Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવસેના સાંસદના નિવેદનથી ખળભળાટ, નામ ભલે ‘ઠાકરે સરકાર’નું હોય પરંતુ સાચો ફાયદો તો ‘પવાર સરકાર’ ઉઠાવે છે

શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. જેના પગલે ફરી એક વખત રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેનાના સાંસદે નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ભલે ઉદ્ધવ ઠાકરેની સરકારનું નામ હોય પરંતુ ખરો ફાયદો પવાર સરકારને મળી રહ્યો છે. ગઠબંધન સરકારની ભાગીદાર એનસીપી પર કટાક્ષ કરતા કીર્તિકરે રત્નાગિરિમાં કહ્યું કે તેને ઠાકરે સરકાર કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક લાભ પવà
શિવસેના સાંસદના નિવેદનથી ખળભળાટ  નામ ભલે  lsquo ઠાકરે
સરકાર rsquo નું હોય પરંતુ સાચો ફાયદો તો  lsquo પવાર સરકાર rsquo  ઉઠાવે
છે

શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. જેના પગલે
ફરી એક વખત રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેનાના સાંસદે
નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ભલે ઉદ્ધવ ઠાકરેની સરકારનું નામ હોય પરંતુ ખરો ફાયદો પવાર સરકારને મળી
રહ્યો છે. ગઠબંધન સરકારની ભાગીદાર એનસીપી પર કટાક્ષ કરતા કીર્તિકરે રત્નાગિરિમાં
કહ્યું કે તેને ઠાકરે સરકાર કહેવામાં આવે છે
. પરંતુ વાસ્તવિક લાભ પવાર સરકારને મળી
રહ્યો છે. એક પ્રશ્નના જવાબમાં ગજાનને કહ્યું
, 'હું રત્નાગિરીથી કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. મુંબઈમાં અમને સીએમ અને શહેરી વિકાસ ફંડ દ્વારા
ઘણા પૈસા મળે છે. ગ્રામ્ય વિસ્તારના જનપ્રતિનિધિઓએ ગામડાઓમાં ઘણું કામ કરવું પડે
છે. મારાથી બને તેટલી મદદ કરું છું.

Advertisement


વધુમાં સાંસદે કહ્યું કે સરકાર પાસેથી ભંડોળ મેળવવા માટે આકરી
સ્પર્ધા છે. હું અહીં
NCPનું નામ લેવા માંગુ છું. આ સરકારને
આપણે ઉદ્ધવ ઠાકરેની સરકાર તરીકે જાણીએ છીએ
. પણ ખરો ફાયદો પવાર સરકારને થઈ રહ્યો છે. જેના કારણે સરકારમાં તણાવની
સ્થિતિ સર્જાઈ રહી છે. રત્નાગીરીના દાપોલીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગજાનન
કીર્તિકરે આ વાત કહી. આ દરમિયાન ધારાસભ્ય યોગેશ કદમ અને શિવસેનાના અન્ય સ્થાનિક
નેતાઓ પણ હાજર હતા. જણાવી દઈએ કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ
કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓ વિકાસ માટે ઓછા ફંડ મળવાની ફરિયાદો કરતા રહ્યા છે.

Advertisement


જણાવી દઈએ કે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ મહારાષ્ટ્ર
વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ગઠબંધન સરકારમાં ત્રણ પક્ષ
સામેલ છે
, પરંતુ ખરો ફાયદો માત્ર NCPને જ થઈ રહ્યો છે. તેના નેતાઓને કોંગ્રેસ અને શિવસેના કરતા વધુ ફંડ
ફાળવવામાં આવે છે. શિવસેના સાંસદના નિવેદન પર ભાજપના નેતા અતુલ ભાટકલકરે પણ
ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે કીર્તિકરે શિવસેનાને યોગ્ય ચિત્ર બતાવ્યું છે.
ભાજપ પર પ્રહાર કરતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીમાં ઉભી થયેલી અસંતોષ પર વધુ
ધ્યાન આપવું જોઈએ.

Advertisement

Tags :
Advertisement

.