Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસલી શિવસેના પર સુપ્રીમમાં આજે થઈ શકે છે સુનવણી

મહારાષ્ટ્રમાં (Maharashtra) અસલી શિવસેના (Shivsena) કોની છે તેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આવતીકાલે (બુધવારે) આ મામલાની લિસ્ટિંગ થઈ શકે છે.  મંગળવારે શિંદે જુથ વતી સિનિયર  વકીલ નીરજ કિશન કૌલ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે આ મામલે તાકીદે સુનાવણીની અપીલ કરી છે.જે બાદ CJI યુ.યુ. લલિત અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે, તેઓ બુધવારે આ મામલà«
અસલી શિવસેના પર સુપ્રીમમાં આજે થઈ શકે છે સુનવણી
મહારાષ્ટ્રમાં (Maharashtra) અસલી શિવસેના (Shivsena) કોની છે તેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આવતીકાલે (બુધવારે) આ મામલાની લિસ્ટિંગ થઈ શકે છે.  મંગળવારે શિંદે જુથ વતી સિનિયર  વકીલ નીરજ કિશન કૌલ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે આ મામલે તાકીદે સુનાવણીની અપીલ કરી છે.
જે બાદ CJI યુ.યુ. લલિત અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે, તેઓ બુધવારે આ મામલે સુનાવણી લિસ્ટેડ કરી શકે છે. CJI યુ.યુ. લલિતે કહ્યું કે, હું સ્પષ્ટપણે કંઈ કહી શકતો નથી, પરંતુ કાલે કંઈક તો થશે જ. જ્યારે આ મામલાની તાકીદની સુનાવણી અંગે વાત કરતી વખતે સિનિયર વકીલ કૌલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલો 5 જજોની બંધારણીય બેંચને મોકલી આપ્યો હતો. જ્યારે ચૂંટણી પંચમાં આ મામલાની સુનાવણી પણ રોકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હવે જ્યારે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મામલે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં (Maharashtra) વાસ્તવિક શિવસેનાને લઈને લાંબી સુનાવણી ચાલી રહી છે. હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટને આ મામલાની તાકીદે સુનાવણીની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં બહુ જલ્દી BMC ચૂંટણી યોજાવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને શિંદે જૂથ ઇચ્છે છે કે વાસ્તવિક શિવસેના વહેલી તકે નક્કી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ત્રણ જજોની બેન્ચે આ મામલાની અરજીને પાંચ જજોની બંધારણીય બેંચને સોંપી દીધો હતો ત્યારે આ મામલે સુનાવણી 25 ઓગસ્ટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેની સુનાવણી પેન્ડિંગ છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ આદેશ કર્યો હતો કે, 25 ઓગસ્ટ સુધી અસલી શિવસેના પર ચુકાદો સંભળાવે નહી. તેમણે આ આદેશ શિંદે જુથ દ્વારા પોતાને અસલી શિવસેના ગણાવતી અરજી પર આપ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.