શિખર ધવન હવે ધોની અને ગાંગુલી જેવા ખાસ કેપ્ટનોની યાદીમાં થયો સામેલ
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી વનડે (ODI) શ્રેણી પણ જીતી લીધી છે. શિખર ધવની કેપ્ટનશીપમાં યુવા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાલમાં 2-0 ની લીડ સાથે સિરીઝ જીતી ચુક્યું છે. આ સિરીઝમાં શિખર ધવનની કેપ્ટનશીપ પણ ખાસ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાવાની બાકી છે. મળી રહેલી માહિતી અનુસાર, ટà«
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી વનડે (ODI) શ્રેણી પણ જીતી લીધી છે. શિખર ધવની કેપ્ટનશીપમાં યુવા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાલમાં 2-0 ની લીડ સાથે સિરીઝ જીતી ચુક્યું છે. આ સિરીઝમાં શિખર ધવનની કેપ્ટનશીપ પણ ખાસ રહી છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાવાની બાકી છે. મળી રહેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ આ મેચમાં કેટલાક યુવા ખેલાડીઓને તક આપી શકે છે, જેઓ પ્રથમ અને બીજી મેચમાં રમ્યા નહોતા. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન શિખર ધવન સંભાળી રહ્યો છે. આ મેચમાં જીત સાથે જ કેપ્ટન શિખર ધવન ભારતના કેટલાક ખાસ કેપ્ટનોની યાદીમાં સામેલ થઇ ગયો છે.
ટીમ ઈન્ડિયામાં ગબ્બર તરીકે ઓળખાતા અને હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલા શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમે બીજી વનડેમાં પણ વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. આ સિરીઝ જીત સાથે શિખર ધવને કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ મેળવી છે. શિખર ધવન કેરેબિયન ધરતી પર વનડે સિરીઝ જીતનાર ભારતનો પાંચમો કેપ્ટન બન્યો છે. ધવન હવે વિરાટ કોહલી, એમએસ ધોની, સૌરવ ગાંગુલી અને સુરેશ રૈનાની ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે.
આ તમામ કેપ્ટનોમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર વનડે સિરીઝ જીતી છે. મહત્વનું છે કે, ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 3 રને હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં 8 વિકેટના નુકસાને 312 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને શ્રેણી જીતી લીધી હતી. ધવન પહેલા ટીમ ઈન્ડિયાએ સૌરવ ગાંગુલી, એમએસ ધોની, સુરેશ રૈના અને વિરાટ કોહલીની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી જીતી છે.
2002માં, સૌરવ ગાંગુલી વેસ્ટ ઈન્ડિઝમાં વનડે શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા હતા. ગાંગુલીની આગેવાની હેઠળની ટીમે 5 મેચની શ્રેણીમાં 2-1થી કબજો કર્યો હતો. 2009માં, એમએસ ધોની વિન્ડીઝમાં ODI શ્રેણી જીતનાર બીજા ભારતીય કેપ્ટન બન્યા હતા. ધોનીની આગેવાનીવાળી ટીમે 4 મેચની શ્રેણીમાં યજમાન કેરેબિયન ટીમને 2-1ના માર્જિનથી ધોઈ નાખ્યા હતા.
આ પછી, સુરેશ રૈનાની કપ્તાની હેઠળ, યુવા ભારતીય ટીમે 2011માં તેના ઘરે 5 મેચની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-2ના માર્જિનથી હરાવ્યું હતું. આ પછી વિરાટ કોહલી કેરેબિયન ધરતી પર વનડે શ્રેણી જીતનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો હતો. વિરાટની કપ્તાની હેઠળ, ભારતે 2017માં 5 મેચની શ્રેણીમાં 3-1થી અને 2019માં 3 મેચની શ્રેણીમાં 2-0થી શ્રેણી જીતી હતી. વિરાટ વેસ્ટ ઈન્ડિઝમાં સતત બે વનડે શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.
તાજેતરમાં ચાલી રહેલી સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 312 રનનો મોટો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય ટીમને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે કેપ્ટન શિખર ધવન વહેલો આઉટ થઈ ગયો, તે સમયે ટીમનો સ્કોર માત્ર 48 રન હતો. જેના થોડા સમય બાદ જ્યારે ભારતીય ટીમ માત્ર 66 રન જ બનાવી શકી હતી ત્યારે શુભમન ગિલ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. એટલે કે બંને ભારતીય ઓપનર આઉટ થઈ ગયા હતા.
એવી સંભાવના હતી કે સૂર્ય કુમાર યાદવ અને શ્રેયસ અય્યર ભારતનો વિજયનો માર્ગ સરળ કરશે, પરંતુ ટીમનો સ્કોર 79 રન હતો ત્યારે તેઓ આઉટ થઈ ગયા હતા. જોકે, આ પછી મોટી અને લાંબી ભાગીદારી થઈ અને ભારતનો સ્કોર 178 રન સુધી પહોંચ્યો, સંજુ સેમસન અને શ્રેયસ અય્યર વચ્ચે સદીની ભાગીદારી થઇ હતી.
બંનેએ પોતપોતાની અડધી સદી પૂરી કરી હતી. પહેલા શ્રેયસ ટીમ ઈડ્યિાના 178 રનના સ્કોર પર અને પછી સંજુ સેમસન 205 રનના કુલ સ્કોર પર આઉટ થયો હતો. આ પછી, મુશ્કેલીઓ કંઈક અંશે વધતી જણાઈ. દીપક હુડાએ કંઈક સંભાળ્યું, પરંતુ અક્ષર પટેલે શાનદાર ઇનિંગ રમી અને ટીમને જીત અપાવીને જ મેદાનની બહાર આવ્યો.
Advertisement