Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતંગની ધારદાર દોરીએ લીધો વધુ એક ભોગ, ગાંધીધામના 20 વર્ષીય યુવકનું ગળુ કપાતા મોત

- ધારદાર માંજાએ લીધો ભોગ - યુવક બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે બની ઘટના -ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો -રાજકોટ લઇ જવા સમયે રસ્તામાંજ મોત નિપજ્યું-પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો મૃતક યુવક  પતંગની ધારદાર દોરી માત્ર પશુ પંખીઓનો જ નહીં પરંતુ માનવજીવન માટે પણ ખતરનાક છે. ગાંધીધામ ખાતે ઉતરાયણના દિવસે જ પતંગની દોરીથી ગળું કપાઈ જવાના કારણે 20 વર્ષિય યુવાનનું  મૃત્યુ નીપજ્યુà
પતંગની ધારદાર દોરીએ લીધો વધુ એક ભોગ  ગાંધીધામના 20 વર્ષીય યુવકનું ગળુ કપાતા મોત
- ધારદાર માંજાએ લીધો ભોગ 
- યુવક બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે બની ઘટના 
-ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો 
-રાજકોટ લઇ જવા સમયે રસ્તામાંજ મોત નિપજ્યું
-પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો મૃતક યુવક  
પતંગની ધારદાર દોરી માત્ર પશુ પંખીઓનો જ નહીં પરંતુ માનવજીવન માટે પણ ખતરનાક છે. ગાંધીધામ ખાતે ઉતરાયણના દિવસે જ પતંગની દોરીથી ગળું કપાઈ જવાના કારણે 20 વર્ષિય યુવાનનું  મૃત્યુ નીપજ્યું છે.ગરીબ પરિવારના એકના એક કમાતા પુત્રના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે
આ ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ ગાંધીધામના ભારત નગર પાસે આ બનાવ બન્યો હતો. બાઈક પર જઈ રહેલા નરેન્દ્ર ઉર્ફે  નાનજી પમાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 20ને પતંગની દોરીથી ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેની સાથેના યુવાનને કાનના ભાગે બીજા પહોંચી હતી પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઇજા હોવાથી તબીબોએ ઇજાગ્રસ્ત  યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો ગઈકાલે બપોરની આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ લઈ જવા સમયે રસ્તામાં આઠ વાગ્યા આસપાસ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.