Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતનું આ સ્થળ છે શનિદેવનું પ્રાગટય સ્થાન, શનિની પોનોતી ઉતારવા અહીં લોકો મુકી જાય પહેરેલા ચપ્પલ...

આજરોજ શનિ અમાસ હોય સમગ્ર દેશની સાથો સાથ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરે શનિવાર અને સાથે અમાસના સંયોગની ધામ ધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે.શનિદેવનું પ્રાગટય સ્થાનજે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે તે જ રીતે ગુજરાતના આ ગામમાં શન
10:59 AM Jan 21, 2023 IST | Vipul Pandya
આજરોજ શનિ અમાસ હોય સમગ્ર દેશની સાથો સાથ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરે શનિવાર અને સાથે અમાસના સંયોગની ધામ ધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે.
શનિદેવનું પ્રાગટય સ્થાન
જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ અમાસના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે. આજરોજ શનિવાર અને અમાસ હોય આ ઐતિહાસિક સ્થળે  વહેલી સવારથી જ પુરા દેશ માંથી શનિભકતો ઉમટી પડયા હતા.
ભારતભરમાંથી આવે છે દર્શનાર્થીઓ
શનિદેવના દર્શન માટે વહેલી સવાર થી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવ ની કૃપા પ્રાપ્ત કરી દૂર-દૂરથી ભક્તોએ અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહયા હતા. અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે.
પનોતી  ઉતારવા પહેરેલા ચપ્પલ મુકી જવાની માન્યતા
એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે તો અહીં આવેલ પવિત્ર કુંડના પાણી થી સ્નાન કરી શ્રદ્ધાળુ ઓ શની દેવની કૃપા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.
1500 વર્ષ જુનું મંદિર
હાથલાના શનિદેવ મંદિરના અવશેષો 1500 વર્ષથી પણ જુના છે તો અહીં આવેલા ભક્તો શનિદેવતા ની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવ ને તેલ, અડદ , કાળું કપડું,લોખંડ ધરી પૂજા અર્ચના કરી રહ્યા હતા. આજરોજ શનિ અમાસ હોય અંદાજે 10 હજાર થી વધુ ભક્તો અહીં પહોચી રહ્યા છે અને વહેલી સવારે 5 વાગ્યા થી જ લાંબી કતારો લાગી હતી..તો આ તકે ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રસાદ રૂપી ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો - વર્ષમાં એકવાર ખીલેલુ આ ફૂલ વર્ષો સુધી કરે છે પૈસાનો વરસાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DevoteesDwarkaGujaratFirstHathlaLordShaniShaniAmavasya2023ShanidevBirthplaceShaniMaharajદ્વારકાભાવિદર્શનશનિદેવશનિમંદિરગુજરાતસાડાસાતી
Next Article