Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશ સામે મિતાલી રાજનો ગોલ્ડન ડક, નોંધાયો શરમજનક રેકોર્ડ

ન્યૂઝીલેન્ડમાં ICC મહિલા વિશ્વ કપ રમાઇ રહ્યો છે. જ્યા આજે ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને-સામને છે. આ  મેચ ભારત માટે ઘણી જરૂરી છે. જો ભારતને સેમિફાઈનલમાં પહોંચવું છે તો આ મેચ જીતવી જરૂરી છે. આજે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણય શરૂઆતમાં સારો સાબિત થયો પરંતુ ત્યારબાદ ઓપનિંગ જોડી અને ત્રીજા નંબરના આઉટ થયા બાદ કેપ્ટન મિતાલી રાજ કઇ ખાસ
બાંગ્લાદેશ સામે મિતાલી રાજનો ગોલ્ડન ડક  નોંધાયો શરમજનક રેકોર્ડ

Advertisement

ન્યૂઝીલેન્ડમાં ICC મહિલા વિશ્વ કપ રમાઇ રહ્યો છે. જ્યા આજે ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને-સામને છે. આ  મેચ ભારત માટે ઘણી જરૂરી છે. જો ભારતને સેમિફાઈનલમાં પહોંચવું છે તો આ મેચ જીતવી જરૂરી છે. આજે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણય શરૂઆતમાં સારો સાબિત થયો પરંતુ ત્યારબાદ ઓપનિંગ જોડી અને ત્રીજા નંબરના આઉટ થયા બાદ કેપ્ટન મિતાલી રાજ કઇ ખાસ કરી શકી નહોતી. અને ગોલ્ડન ડક પર તે આઉટ થઇ હતી. 
સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ICC મહિલા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી પણ કરી હતી. જ્યાં સુધી આ બંને ક્રિઝ પર હતા ત્યાં સુધી એવું લાગતું હતું કે ભારત આ મેચમાં ખૂબ જ આરામથી ઓછામાં ઓછા 250 રન બનાવશે, પરંતુ પછી મેચની આખી વાર્તા પાંચ બોલમાં ફેરવાઈ ગઈ. 14.5 ઓવર સુધી ભારતનો સ્કોર 74/0 હતો, જ્યારે 16 ઓવરના અંતે તે 74/3 થઇ ગયો હતો, ભારતને આ મેચમાં પહેલો ફટકો 15મી ઓવરના છેલ્લા બોલ પર લાગ્યો હતો. મંધાનાએ નાહિદા અખ્તરના બોલ પર ફરગના હકને કેચ આપી દીધો હતો. વળી ઓપનિંગમાં આવેલી શેફાલી વર્મા 42 રને આઉટ થઇ ગઇ હતી. ત્રીજા નંબરે આવેલી યાસ્તિકા ભાટિયા શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી કરી હતી. પરંતુ ચોથા નંબર પર આવેલી ટીમ ઈન્ડિયાની કેપ્ટન મિતાલી રાજ કઇ ખાસ કરી શકી નહી અને શૂન્ય પર જ આઉટ થઇ પેવેલિયન પરત ફરી હતી. જણાવી દઇએ કે, મિતાલી રાજ ચાલુ વર્ષમાં સતત સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આજે બાંગ્લાદેશ સામે ગોલ્ડન ડક બાદ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. 
મુખ્ય હરીફ પાકિસ્તાન સામે 31 રન બનાવનાર મિતાલી ન્યૂઝીલેન્ડ (5) અને વેસ્ટ ઈન્ડિઝ (1) સામે પણ સંઘર્ષ કરતી જોવા મળી હતી, જેના કારણે તેણીને સતત ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે તેણે 68 રનની શાનદાર ઇનિંગ રમી હોવા છતા મંગળવારે બાંગ્લાદેશ સામે ફરી એકવાર નિષ્ફળ ગઇ અને પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફરી હતી. રિતુ મૌનીએ 16મી ઓવરમાં શેફાલી વર્માને 42 રને આઉટ કરી હતી. આ પછી મિતાલી બેટિંગ કરવા ગઈ હતી. બોલ મિતાલીના બેટ સાથે અથડાયો અને કવર પર ઉભેલી ફાહિમાના હાથમાં ગયો અને તે ગોલ્ડન ડકનો શિકાર બની. મિતાલી 2017 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે ગોલ્ડન ડકનો શિકાર બની હતી. મિતાલી ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બે વખત ડબલ ડકનો શિકાર બનનાર પ્રથમ કેપ્ટન બની ગઈ છે. આ સાથે, તે મહિલા વર્લ્ડ કપમાં ડબલ ડક મેળવનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય કેપ્ટન પણ છે.
Tags :
Advertisement

.