Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શક્તિપીઠ બહુચરાજી મંદિર હવે બન્યું Solar Temple

શક્તિપીઠ બહુચરાજી મંદિર સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિતસૌર ઉર્જાથી લાખ્ખોની થઈ રહી છે બહુચરાજી મંદિર ટ્રસ્ટને બચત વીજ પુરવઠો gebને વેચવાથી આવકયાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉભી કરાઇ છે સોલર સિસ્ટમબહુચરાજી મંદિર પરિસર, ભોજનાલય, વલ્લભ ભટ્ટ વાવ અને યાત્રિક ભવન સંપૂર્ણ સૌર ઉર્જાથી થઈ રહ્યું છે ઓપરેટબહુચરાજી મંદિર પરિસર 50 kg, 25 kg યાંત્રિક ભવન, 20 kg ભોજનાલય અને વલ્લભ ભટ્ટ વાવ 15 kg સોલર પ્લાન્ટ ઉભો
શક્તિપીઠ બહુચરાજી મંદિર હવે બન્યું solar temple
  • શક્તિપીઠ બહુચરાજી મંદિર સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત
  • સૌર ઉર્જાથી લાખ્ખોની થઈ રહી છે બહુચરાજી મંદિર ટ્રસ્ટને બચત 
  • વીજ પુરવઠો gebને વેચવાથી આવક
  • યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉભી કરાઇ છે સોલર સિસ્ટમ
  • બહુચરાજી મંદિર પરિસર, ભોજનાલય, વલ્લભ ભટ્ટ વાવ અને યાત્રિક ભવન સંપૂર્ણ સૌર ઉર્જાથી થઈ રહ્યું છે ઓપરેટ
  • બહુચરાજી મંદિર પરિસર 50 kg, 25 kg યાંત્રિક ભવન, 20 kg ભોજનાલય અને વલ્લભ ભટ્ટ વાવ 15 kg સોલર પ્લાન્ટ ઉભો કરાયો છે.
  • સૌર ઊર્જાના ઉપયોગ માટે બહુચરાજી મંદિર અન્ય મંદિરો માટે પ્રેરણા દાયક
મહેસાણા (Mehsana) જિલ્લાએ દેશમાં પ્રથમ સોલર વિલેજના કારણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે ત્યારે વધુ એક સોલર ક્ષેત્રે સિદ્ધિ શક્તિપીઠ બહુચરાજી મંદિરે (Bahucharaji Temple) પણ મેળવી છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર પણ Solar Temple બન્યું છે. 

શક્તિપીઠ બહુચરાજી સમગ્ર મંદિર સોલર રુફટોફથી સજ્જ
દેશના પ્રથમ એવા મોઢેરા સોલર વિલેજનું હમણાંજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું. મોઢેરા દેશનું એવું પ્રથમ ગામ છે કે જ્યાં સૂર્ય મંદિર સાથે આખું ગામ સૌર ઊર્જા ઉત્પન્ન કરી વીજ પુરવઠાની બચત કરી હાલની વીજળીની અછત વચ્ચે ઉત્તમ ઉદાહરણ આપી રહ્યું છે. ત્યારે આવું જ એક પ્રેરણાદાયી કામ બહુચરાજી મંદિરનું પણ સામે આવ્યું  છે. શક્તિપીઠ બહુચરાજી સમગ્ર મંદિર સોલર રુફટોફથી સજ્જ બન્યું છે. મંદિર પરિસર સૌર ઉર્જા થી સજ્જ થતા સમગ્ર મંદિરનું લાઈટબીલ તો બચ્યું છે સાથે સાથે વધારાનું વીજ ઉત્પાદન થતા તેમાંથી આવક પણ થઈ રહી છે.
બચત સાથે આવક મેળવે છે
હાલમાં વીજળી ઉત્પન્ન કરવા થતો અઢળક ખર્ચ અને કોલસાની અછત વચ્ચે વીજ કટોકટી સર્જાવાની ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે કુદરતની દેન એવા સૌર ઊર્જાના વિકલ્પથી આ સમસ્યા ચોક્કસથી નિવારી શકાય છે અને તે માટે માત્ર જરૂર છે પહેલની. બસ આજ બાબતે પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોલર રુફટોપ લગાવી બચત સાથે આવક મેળવી અન્ય સામાજિક સંસ્થાઓ તેમજ દેવસ્થાનો માટે પ્રેરણાદાઈ પહેલ પણ કરી છે
વર્ષે 5 થી 7 લાખ વીજ ખર્ચની બચત
હાલમાં મંદિર હસ્તકના બહુચરાજી મંદિર, વલ્લભ ભટ્ટ વાવ, યાંત્રિક ભવન તેમજ ભોજનાલય પર 105 KG વોટ ધરાવતી સોલર રુફટોપ સિસ્ટમ ઉભી કરી સમગ્ર સંચાલન હાથ ધર્યું છે અને વર્ષે 5 થી 7 લાખ વીજ ખર્ચની બચત પણ થઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.