મળો, લુપ્ત થઈ રહેલી લોકવાદ્ય કળાને સાચવી રાખેલા કલાના માણીગરને, જુઓ Video
સંગીતનાં સાધનની બનાવટ કે તેનો ઉપયોગ સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી શકાય. સંગીતના સાધનોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી શરૂ થયો છે તેમ ગણાવી શકાય.ઓર્ગેનોલોજી: સંગીતના સાધનો પરનો અભ્યાસસંગીતનાં સાધન ઉપર કરવામાં આવનારા અભ્યાસને ઓર્ગેનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સ
સંગીતનાં સાધનની બનાવટ કે તેનો ઉપયોગ સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી શકાય. સંગીતના સાધનોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી શરૂ થયો છે તેમ ગણાવી શકાય.
ઓર્ગેનોલોજી: સંગીતના સાધનો પરનો અભ્યાસ
સંગીતનાં સાધન ઉપર કરવામાં આવનારા અભ્યાસને ઓર્ગેનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સંગીતનું પ્રથમ સાધન કયું તે અંગે અનેક મતમતાંતર છે. પ્રથમ સંગીતનું સાધન અંદાજે 7,000 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ સાધનને 37,000 વર્ષ જૂની વાંસળી સાથે સરખાવવામાં આવે છે. જોકે, મોટાભાગના ઇતિહાસકારો એમ માને છે કે સંગીતનાં પ્રથમ સાધનની શોધ ક્યારે થઈ તે અંગે ચોક્કસપણે જણાવી શકાય નહી કારણ કે સંગીતનાં દરેક સાધનની વ્યાખ્યા અલગ-અલગ છે.
સદીઓથી સંગીતના સાધનોનું આદાન-પ્રદાન
જેમ-જેમ માનવ સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો તેમ-તેમ દરેક સંસ્કૃતિએ જે જગ્યાનાં મૂળ સાધનો હતાં તેનાથી દૂરના પ્રાંતનાં સાધનો અપનાવ્યા. મધ્યકાલિન યુગનાં મેસોપોટેમિયાનાં સાધનો તમે મલય દ્વિપસમૂહની સંસકૃતિમાં જોઈ શકો છો અને યુરોપીયનો ઉત્તર અમેરિકાનાં સાધનો વગાડતાં હતાં. અમેરિકામાં વિકાસ ધીમી ગતિએ થતો હતો, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાની સંસ્કૃતિમાં સંગીતનાં સાધનોનું આદાન-પ્રદાન અને વહેંચણી થતી હતી.
નોબક વાદ્ય કલાકાર શૈલેષભાઈ જાની
નોબત વાદ્યની શરૂઆત હજ્જારો વર્ષ પૂર્વે થઈ હતી જેમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો ખૂબ જ સારી રીતે નોબત વગાડવામાં માહિરતા ધરાવે છે. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે વર્ષોથી રહેતા શૈલેષ ચમનલાલ જાની કે જેઓ નોબતવાદક છે અને તેમનામાં અનેક ખાસિયતતા જોવા મળી રહી છે. તેઓ મૂળ માંડવી તાલુકાના કોડાય ગામના વતની છે તેઓનો જન્મ 30-06-1963ના કોડાય ગામે થયો હતો.
11 વર્ષની ઉંમરથી નોબત વગાડવાની શરૂઆત
શૈલેષ જાનીએ લોકો સમક્ષ નવરાત્રી માં માંડવી ખાતે રાણેશ્વર મહાદેવ મંદિર માં 11 વર્ષની વયે નોબત વગાડવાની શરૂઆત કરી હતી ત્યારબાદ માંડવીની હર્ષિદા ગરબી મંડળ મનછાદેવી ગરબી મંડળમાં નોબત વગાડી હતી આ ઉપરાંત મુન્દ્રાના ભાટિયા ગરબી મંડળમાં 15 વર્ષની વયે નોબત વગાડવા ગયા હતા આ સમયે તેઓ માંડવીથી મુન્દ્રા વિજયા દશમીના સાયકલ લઈને નોબત વગાડવા પહોંચ્યા હતા.
કોલેજકાળથી રૂચિ
વર્ષ 1978માં સાંસ્કૃતિક યુવા મહોત્સવમાં લોકવાદ્ય સંગીત ક્ષેત્રે વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ 1979 અને 1980 માં પણ તેમને રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.
તબલાની તાલીમ
શૈલેષભાઈ જાનીના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે નવ વર્ષના હતા ત્યારે સંગીત ક્ષેત્રે તેઓનો લગાવ જોવા મળ્યો હતો. માંડવી તાલુકાના સલાયાના મુસાભાઇ કવાલ પાસે ઢોલક વગાડતા હતા ત્યારબાદ તેઓએ ગૌરીશંકરભાઈ જોશી પાસેથી તબલા વગાડવાની ટ્રેનિંગ મેળવી હતી આ ઉપરાંત તેઓને મૂળ માંડવીના અને હાલે મુંબઈ ખાતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતા બાબુભાઈ ચાવડા સાથે તબલા વગાડવાની તાલીમ મેળવી હતી.
જાણીતા કલાકારો સાથે કામ કર્યું
તેઓએ નોબત માટે મનસુખભાઈ જોશી પાસે પણ જ્ઞાન મેળવ્યુ હતું તેઓએ નોબત વગાડવાની શરૂઆત માંડવીના આશાપુરા માતાજીના મંદિર ખાતે કરી હતી ધીરે ધીરે તેઓ ભજનના જાણીતા કલાકારો સાથે તબલાની સંગત કરી હતી જેમાં ભજનિક નારાયણ સ્વામી પ્રાણલાલ વ્યાસ દેવરાજ ગઢવી જગમાલભાઈ બારોટ બટુક મહારાજનો સમાવેશ થાય છે. જ્યારે જ્યારે ગુજરાતના ગાયકો કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીરના ભજનો હોય છે ત્યારે તેઓને આગળ વધારવામાં શૈલેષ જાનીનો હાથ છે તેવું પણ ભજનો ગાતા ગાતા પણ વખાણ થાય છે.
વિદેશમાં પણ કળા પાથરી
તેઓ 1979માં ભુજના પંચમુખા હનુમાન નવરાત્રિમાં નોબત વગાડતા હતા. 1989થી મસ્કતના ઓમાન ખાતે સેરેટોન હોટલ ખાતે નોબત વગાડે છે જે આજે છેલ્લા 32 વર્ષથી દર વર્ષે વિદેશમાં નોબત વગાડવા જાય છે. 2006માં અમેરિકાના શિકાગો ખાતે ગુજરાતી સમાજના કાર્યક્રમમાં પણ તેઓએ નોબત વગાડીને આકર્ષણ જમાંવ્યું હતું. આજના સમયમાં જ્યારે નોબત લુપ્ત થતી જાય છે ત્યારે વર્ષો પહેલા એફિલ ટાવર ખાતે સુલેમાન જુમાં જેવો કચ્છના વતની છે તેઓ સાથે જુગલબંધી કરવાનો અવસર શૈલેષ જાનીને પ્રાપ્ત થયો હતો.
સામાજીક જવાબદારી પણ નિભાવી
તેમણે પોતાની કળાનો ઉપયોગ સામાજીક જવાબદારીના ભાગરૂપે પણ કર્યો છે. કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપમાં ભુજના દીધામેશ્વર મહાદેવ મંદિર ખાતે નોબત વગાડી હતી. મંદિરમાં પ્રથમ વખત 24 કલાક સતત નોબત વગાડી હતી ત્યારબાદ ભુજની સુપાસ્વ જૈન સેવા સંસ્થા જે બીમાર ગાયોનો નિભાવ કરે છે તે માટે 48 કલાક નોબત વગાડી હતી. પુલવામાં જવાનો શહીદ થયા હતા તેઓના પરિવારને મદદરૂપ થવા માટે તેઓએ 32 કલાક સુધી નોબત વગાડી હતી જેમાંથી રૂપિયા 18 લાખની રકમ જિલ્લા કલેકટરને સુપ્રત કરી હતી.
શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે જ્યારે નોબત વગાડે છે ત્યારે સંપૂર્ણ ધ્યાન નોબત પર હોય છે. ભુજના જે તે વખતના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ નીમા બેન આચાર્ય વિજય બનશે તે માટે પ્રાર્થના કરી હતી અને નીમાબેન આચાર્ય વિજેતા થતા સતત 17 કલાક નોબત વગાડી હતી આ દરમિયાન તેઓને જે આવક 70 હજાર થઈ તે ભુજના સ્મશાનમાં લાકડા માટે ફાળવી હતી.
સતત 60 કલાક નોબત વગાડશે
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિજયી બનશે તે માટેની પ્રાર્થના કરી હતી આ દરમિયાન કેશુભાઈ પટેલ વિજય બનતા આગામી 20.21.22.જાન્યુઆરી મહિનામાં ભુજ ખાતે તેઓ 60 કલાક નોબત વગાડસે
વર્લ્ડ રેકોર્ડ
શૈલેષભાઈ જાનીએ જણાવ્યું હતું કે. મહા આરતી માટે એક મંચ પર વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માટે 251 કલાકારો એકત્ર કરવાના હતા ત્યારે તેઓએ 251થી વધીને 272 કલાકારો એક મંચ પર એકત્ર કરીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. જે પ્રમાણપત્ર તેઓના નામે મળવાનું હતું પણ તેઓના ઉદારદિલીને સલામ કરતા તેઓએ તેમના ભુજના વિનાયક યુવક મંડળને નામે સર્ટિફિકેટ અપાવ્યો હતો.
પિતાની કળા પુત્રોમાં
શૈલેષભાઈ જાનીના પરિવારમાં તેઓના બે પુત્ર છે જેઓ પણ નોબત વગાડે છે અક્ષય જાની, ધ્રુવ જાનીનો સમાવેશ થાય છે. પિતાનો અમૂલ્ય વારસો પુત્રોમાં પણ જોવા મળે છે. તેઓએ જણાવ્યું હતું કે નોબતમાં મટકી ,હીંચ, દાદરા, કેરવા, રૂપક, દીપચંડી, મણીયારો સહિતના તાલનો સમાવેશ થાય છે
નોબત કળા લુપ્તતાના આરે
આજના સમયમાં જ્યારે નોબત લુપ્તતાના આરે છે ત્યારે ભુજના શૈલેષ જાની કલાકારોને પ્રેરણારૂપ છે. લોકો જ્યારે પશ્ચિમી વાયરા તરફ ફંટાઈ રહ્યા છે ત્યારે ભારતીય સંગીતને બચાવવા આ શૈલેષ જાની જેવા કલાકાર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. 17 કલાકથી માંડીને 60 કલાક એકધારી નોબત વગાડવી એ કોઈ નાની વાત નથી. ભોજન લીધા વિના માત્ર પ્રવાહી પીને સતત નોબત વગાડે છે. આ નોબત વાદક એક સરળ વ્યક્તિત્વ છે. માત્રને માત્ર અબોલ પશુની સેવા, લોકોને મદદ કરવાનો એક ઉદેશ્ય છે. ખરેખર આ સેવાથી વરેલા કલાકારને અભિનંદન...
આ પણ વાંચો - 33મી બનાસ ટ્રોફીનું ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી હસ્તે પ્રારંભ, કહ્યું- ક્રિકેટથી સમાજમાં એકતા વધે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement