ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અલગાવવાદી નેતા યાસીન મલિક ટેરર ફન્ડીગના મામલામાં દોષીત

કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડીગના મામલમાં દોષીત જાહેર કરાયો છે. એનઆઇએ કોર્ટે યાસીન મલિકને દોષીત જાહેર કર્યો છે. તેને કેટલી સજા થશે તે અંગે 25મેના રોજ વધુ સુનાવણી થશે. કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડીગના મામલામાં અદાલતે દોષીત જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે યાસિન મલિકે વીતેલા દિવસોમાં જ કબુલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકી ગતિવીધીઓમાં સામેલ હત
07:21 AM May 19, 2022 IST | Vipul Pandya
કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડીગના મામલમાં દોષીત જાહેર કરાયો છે. એનઆઇએ કોર્ટે યાસીન મલિકને દોષીત જાહેર કર્યો છે. તેને કેટલી સજા થશે તે અંગે 25મેના રોજ વધુ સુનાવણી થશે. 
કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડીગના મામલામાં અદાલતે દોષીત જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે યાસિન મલિકે વીતેલા દિવસોમાં જ કબુલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકી ગતિવીધીઓમાં સામેલ હતો. 
તાજેતરમાં અહેવાલો બહાર આવ્યા હતા કે યાસીન મલિકે સ્વીકાર્યું છે કે તે આતંકી ગતિવીધીઓમાં સંડોવાયેલો છે. તેણે આપરાધીક કાવતરાં પણ રચ્યા હતા અને તેના પર લગાવાયેલી દેશદ્રોહની કલમો પણ યોગ્ય છે. યાસીન મલિક પર યુએપીએ અંતર્ગત કલમો લગાવામાં આવી છે,  તેનો પણ તેણે સ્વીકાર કર્યો હતો. 
જે કલમો મુજબ યાસીન મલિકની સામે ગુનો નોંધાયેલો છે તેમાં તેને આજીવન કેદની સજા થઇ શકે છે. યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં પણ સક્રિય રહ્યો છે અને યુવાનોને ભડકાવવામાં પણ તેનો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. 
Tags :
GujaratFirstKashmirTERARYasinMalik
Next Article