Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

80 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા બાળકની હિમ્મત તો જુઓ, રેસ્ક્યૂમાં પોતે જ કરી રહ્યો છે મદદ

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં શુક્રવારે બપોરે એક 11 વર્ષનો છોકરો 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જેના સમાચાર મળ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ બાળકને બચવવા માટે હજુ પણ કાર્ય ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત અહીં એ છે કે આ બાળક પોતે રેસ્ક્યૂમાં મદદ કરી રહ્યું છે. બચાવ કાર્યને લઈને મોડી રાત્રે એક માહિતી સામે આવી છે, જે મુજબ બાળકને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં હજ
80 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા બાળકની હિમ્મત તો જુઓ  રેસ્ક્યૂમાં પોતે જ કરી રહ્યો છે મદદ
છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં શુક્રવારે બપોરે એક 11 વર્ષનો છોકરો 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જેના સમાચાર મળ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ બાળકને બચવવા માટે હજુ પણ કાર્ય ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત અહીં એ છે કે આ બાળક પોતે રેસ્ક્યૂમાં મદદ કરી રહ્યું છે. 
બચાવ કાર્યને લઈને મોડી રાત્રે એક માહિતી સામે આવી છે, જે મુજબ બાળકને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં હજુ 12 કલાકનો સમય લાગી શકે છે. આ દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ બાળકની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે સ્થળ પર હાજર હતા, જ્યારે સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીઓ પણ આ બાબતે સતત નોંધ લઈ રહ્યા છે. બોરવેલમાં પડેલા 11 વર્ષના બહેરા અને મૂંગા છોકરાનું નામ રાહુલ સાહુ હોવાનું કહેવાય છે. બાળકને બચાવવા માટે છેલ્લા 42 કલાકથી પણ વધુ સમયથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થળ પર એસડીઆરએફ, એનડીઆરએફ, સેના અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. 
બોરવેલની અંદરની પાઇપ દ્વારા બાળકને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. સીસીટીવીની મદદથી બાળક પર સતત નજર રાખવામાં આવી રહી છે. આજે બોરવેલમાં ફસાયેલા રાહુલને બચાવવા માટે રોબોટની મદદ લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સમગ્ર કામ પર નજર રાખી રહ્યા છે.
Advertisement

મળી રહેલી માહિતી અનુસાર, શુક્રવારે બપોરે રાહુલ સાહુ ઘરની બહાર રમી રહ્યો હતો. રમતા રમતા તે ખોદેલા બોરવેલ પાસે પહોંચ્યો અને તેમાં પડી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે તે વોરવેલમાં 80 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો છે. મહત્વનું છે કે, જ્યારે પરિવારના સભ્યોએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો તેમને ઘટનાની જાણ થઈ. બાળકના પિતા લાલા રામ સાહુએ જણાવ્યું કે આ બોરવેલ લગભગ 80 ફૂટ ઊંડો છે, જે તેણે પોતાના ઘરની પાછળના ખેતરમાં ખોદ્યો હતો. જોકે, પાણી બહાર ન આવતાં તેને ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.