Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ATS અને NIA દ્વારા ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન

ગુજરાત ATS અને NIA દ્વારા  ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન કરાયું છે.  જેમાં  દેશ વિરોધી તત્વોનો ડામવા તેમજ આંતકનો પર્દાફાશ કરવા માટે આજે આ કાર્યાવાહી કરાઇ રહી છે. અમદાવાદમાં પણ સંગઠિત આતંકવાદી મોડ્યુલને ડામવા માટે બે વ્યકિતની ધરપકડ કરાઇ છે, સાથે જ સુરતમાંથી એક, ગુજરાત ATS અને NIA દ્વારા શાહપુરમાં તપાસ કરવામાં આવી છે. જેમાં ISISના મોડ્યુલ એક્ટિવ થયા à
10:03 AM Jul 31, 2022 IST | Vipul Pandya
ગુજરાત ATS અને NIA દ્વારા  ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન કરાયું છે.  જેમાં  દેશ વિરોધી તત્વોનો ડામવા તેમજ આંતકનો પર્દાફાશ કરવા માટે આજે આ કાર્યાવાહી કરાઇ રહી છે. અમદાવાદમાં પણ સંગઠિત આતંકવાદી મોડ્યુલને ડામવા માટે બે વ્યકિતની ધરપકડ કરાઇ છે, સાથે જ સુરતમાંથી એક, ગુજરાત ATS અને NIA દ્વારા શાહપુરમાં તપાસ કરવામાં આવી છે. જેમાં ISISના મોડ્યુલ એક્ટિવ થયા હોવાના ઇનપુટના પગલે વિસ્તૃત તપાસ કરાઇ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​6 રાજ્યોમાં 13 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા ISIS સંબંધિત શંકાસ્પદ ગતિવિધિઓને લઈને ચાલી રહ્યા છે. NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. એજન્સી મધ્યપ્રદેશના ભોપાલ-રાયસેન, ગુજરાતના ભરૂચ-સુરત-નવસારી-અમદાવાદ, બિહારના અરરિયા, કર્ણાટકના ભટકલ-ટુંકુર, મહારાષ્ટ્રના કોલ્હાપુર-નાંદેડ અને ઉત્તર પ્રદેશના દેવબંદમાં દરોડા પાડી રહી છે.
આ તમામ જગ્યાઓ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે સંકળાયેલા લોકોની છે. NIA દ્વારા આ વર્ષે 25 જૂને IPCની કલમ 153A, 153B અને UA (P) એક્ટની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 
ATS ગુજરાતમાં ત્રણ લોકોની પૂછપરછ કરી રહી છે
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ જણાવ્યું કે ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી જાહેર કરવા માટે વધુ કંઈ નથી. આ ઉપરાંત, તપાસ એજન્સી ફુલવારી શરીફ કેસમાં ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે તેના જોડાણના સંબંધમાં ગુરુવારથી નાલંદા જિલ્લા સહિત બિહારમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે.

સંગઠિત આંતકવાદી કનેક્શનની તપાસ
ગુજરાત ATS અને NIA દ્વારા  ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંગઠિત આંતકવાદી કનેક્શનની તપાસ માટે એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહ્યી છે.અત્યાર સુધીમાં સુરતમાં એક યુ.પીમાં એક વ્યક્તિની ટ્રાન્સલેટર તરીકેની ભૂમિકા સામે આવી છે. આ સાથ જ એજન્સીઓએ શકમંદોની તપાસ કરવાનું શરુ કરી દીધું છે. 
રાજ્યમાંથી કુલ 5 શંકાસ્પદ લોકોની પૂછપરછ
જેમાં અમદાવાદમાંથી  ઇમદાદઉલ્લા  અને અબ્દુલ સત્તાર શેખનામના બે શકમંદને એજન્સી દ્વારા  ડિટેઇન કરાયા છે. જેમના પાસથી સંગઠિત આંતકી સંગઠન અંગેના ગુજરાત કનેક્શન બાબતે વધુ પૂછપરછ હાથ ઘરાઇ છે. જેમાં ઓપરેશના ભાગરુપ  NIA અને ATS દ્વારા નંદન સોસાયટી ગેટ નંબર 2 શાહપુરમાંથી આ બે વ્યકિતને પકડી પડાયા હતાં. આ સાથે જ  આંતકી નેટવર્ક માટે આજે રાજ્યમાંથી કુલ 5 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ભરૂચ ખાતે 2 લોકો, સુરતમાં એક, નવસારીમાં એક અને અમદાવાદમાંથી બે શખ્સની અટકાયત કરાઇ છે..
NIAને આ તમામ લોકોની ટેલિગ્રામ ચેટ મળી
ટેલિગ્રામ પર લિંક શેર કરવામાં આવતી હતી તેમજ દેશ વિરોધી ચર્ચાઓ પણ કરાતી  હતી. સાથે જ આંતકી પ્રવૃત્તિને ઉત્તેજ આપવા માટે  ઉત્તરપ્રદેશનો એક વ્યક્તિ આ તમામ લોકો વચ્ચે ટ્રાન્સલેટરની ભૂમિકા ભજવતો હોવાની માહિતી પણ સામે આવી છે.NIA દ્વારા ગુજરાતના અલગ અલગ જગ્યાએ દરોડા પડાયા હતાં. જેમાં અમદાવાદ,સુરત,નવસારી,અને ભરૂચમા સ્થાનિક અને કેન્દ્રીય ટીમો દ્વારા  દરોડા પાડી આ સમગ્ર્ મામલે વધુ તપાસ હાથ ઘરાઇ છે.
 
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમની તપાસ દરમિયાન એક વ્યક્તિની પૂછપરછ
આજે સવારે સૌપ્રથમ NIA અને ATSની ટીમોએ  સુરતમાં ધામા નાંખ્યા હતાં જેમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમની તપાસ દરમિયાન એક યુવકને પૂછપરછ માટે લઇ જવાયો હતો. જેમાં કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતના આ યુવકનું નામ ખુલ્યું હોવાની વાત સામે આવતાં  એજન્સી દ્વારા સૈયદપુરા વિસ્તારના મહંમદ પેલેસના બીજા માળે રહેતા ઝલીલ મુલ્લા નામના વ્યક્તિની ઘરપકડ કરાઇ હતી.  સ્થાનિકો ના જણાવ્યા અનુસાર યુવકનું નામ ઝલીલ છે. સાથે જ ઝલીલ મુલ્લાના ઘરેથી NIA દ્વારા શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા. હાલમાં  NIA દ્વારા 6 રાજ્યોમાં 13 જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં ગુજરાતમાં સુરત સહિત ભરૂચ, નવસારી અને અમદાવાદ જિલ્લામાં ટીમોની તપાસ ચાલુ છે.
Tags :
AhmedabadinGujaratBharuchGujaratATSandNIAGujaratFirstNavsariSearchOperationSearchoperation13placesSurat
Next Article