Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના બાળકો નેપાળમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ

6 વર્ષની બાળકી ગુમ થઈ હોવાનો બુધવારે બપોરે મેસેજ મળતાની સાથે જ વલસાડ (Valsad) જિલ્લા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. ગુમ થયેલી બાળકીનું નજીકમાં જ રહેતા એક નેપાળી વોચમેને અપહરણ કર્યું હોવાના પૂરાવો મળતા પોલીસે આરોપી તેમજ અપહ્યુત સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી હતી અને 16 કલાકમાં જ પોલીસે બાળકીને બચાવી લઈ આરોપીને દબોચી લીધો. આ કેસમાં આરોપી રમેશ નેપાળી ઉર્ફે લેખે ખનાલની ધરપકડ થતાની સાથે જ આંતરà
ભારતના બાળકો નેપાળમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ
6 વર્ષની બાળકી ગુમ થઈ હોવાનો બુધવારે બપોરે મેસેજ મળતાની સાથે જ વલસાડ (Valsad) જિલ્લા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. ગુમ થયેલી બાળકીનું નજીકમાં જ રહેતા એક નેપાળી વોચમેને અપહરણ કર્યું હોવાના પૂરાવો મળતા પોલીસે આરોપી તેમજ અપહ્યુત સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી હતી અને 16 કલાકમાં જ પોલીસે બાળકીને બચાવી લઈ આરોપીને દબોચી લીધો. આ કેસમાં આરોપી રમેશ નેપાળી ઉર્ફે લેખે ખનાલની ધરપકડ થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરીના એક મોટા રેકેટનો (International Child Trafficking Racket) પર્દાફાશ થયો. રાજ્યમાં ચાલતા બાળ તસ્કરીના કિસ્સાઓમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રેકેટ સામે આવતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે. આરોપી અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ચારેક બાળકોનું અપહરણ કરી નેપાળના મોતીપુરમાં વેચી ચૂક્યો હોવાનું પ્રાથમિક કબૂલાતમાં જણાવી રહ્યો છે.
16 કલાકમાં આરોપી-બાળા મળી આવી
8 ફેબ્રુઆરીના રોજ વલસાડ જિલ્લા પોલીસને સંદેશો મળ્યો કે, ડુંગરા પોલીસ સ્ટેશન નજીક આવેલા કરવડ ગામની એક છ વર્ષની બાળકી લાપતા થઈ છે. સંદેશો મળતાની સાથે જ વલસાડ એસપી (Valsad SP) રાજદીપસિંહ ઝાલાએ મામલાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી દીધી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી 1 DySP, 2 PI, 4 PSI તેમજ 35 પોલીસ કર્મચારીઓની જુદીજુદી ટીમ બાળકીની ભાળ મેળવવામાં લાગી ગયા હતા. બાળકી ગુમ થઈ તે સમયગાળા બાદ કોણ-કોણ ગુમ છે તેની તપાસમાં પોલીસ લાગી ગઈ. દરમિયાનમાં જાણકારી મળી કે, નજીકમાં આવેલી એક કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરી રહેલો વોચમેન રમેશ નેપાળી લાપતા છે. બીજી તરફ  સીસીટીવી ફૂટેજ (CCTV Footage) તપાસતી એક ટીમને રમેશ નેપાળીના ફૂટેજ હાથ લાગ્યા હતા. જો કે, આ ફૂટેજમાં નેપાળી એકલો જ દેખાતો હતો. જો કે, પોલીસે જુદાજુદા સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી આરોપી કઈ દિશામાં ભાગી છૂટયો છે તે નક્કી કરી લીધું હતું. ઉત્તર ભારત તરફ જતી કુશીનગર સુપર ફાસ્ટ ટ્રેન (kushinagar superfast train) માં જઈ રહેલા રમેશ નેપાળીને મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન (Madhya Pradesh Khandwa Railway Station) ખાતેથી આરપીએફ (RPF) ની ટીમે ઝડપી લઈ અપહ્યુત બાળકીને ગુરૂવારે વહેલી સવારે છોડાવી લીધી હતી.
આરોપીની ચાલાકી ન ચાલી
ઉત્તર પ્રદેશના જુદાજુદા વિસ્તારોમાંથી ચારેક જેટલા બાળકોના અપહરણ કરી નેપાળ ખાતે વેચી દેનારો આરોપી પોલીસ પકડથી બચવા સાવધાની રાખતો હતો. બાળકીના અપહરણ માટે રમેશ નેપાળી ઉર્ફે લેખે ખનાલે આસપાસના વિસ્તારની રેકી કરી લીધી હતી. જે વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા તેની નજરમાંથી બચવા તેણે અપહ્યુત બાળકી (Kidnap Child Girl) ને એક કન્સ્ટ્રકશન સાઈટની દિવાલમાં કરાયેલા બાકોરામાંથી બીજી તરફ મોકલી આપી હતી અને ત્યારબાદ તેને લઈને બ્રિજના બાંધકામ પાસે લઈ ગયો હતો. જ્યાં આરોપીએ ખુદનો શર્ટ બદલી નાંખ્યો હતો અને બાળકીને પણ નવા કપડા પહેરાવી ભાગી છૂટ્યો હતો. જો કે, પોલીસે દક્ષિણ દિશામાં આવતા રૂટના સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ આરોપીને વાહનમાં લઈ જનારા ચાલકની પૂછપરછ કરી મુંબઈ સુધીની ભાળ મેળવી લીધી હતી.
કેવી રીતે આરોપી સુધી પહોંચી પોલીસ
અપહ્યુત બાળાને લઈને ફરાર થયેલો આરોપી કરવડથી વાપી ચાર રસ્તા, ત્યારબાદ ચીંચોટી (દહિસર પાસે), ભીવંડી, ઘાટકોપર, કુર્લા અને છેલ્લે છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઈ પહોંચ્યો હતો. કરવડથી મુંબઈ સુધી પહોંચવા માટે આરોપીએ અલગ અલગ છ જેટલા વાહનોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ મદદથી આરોપીને મુંબઈ સુધી ટ્રેક કરી લીધો હતો. આરોપી નેપાળનો હોવાથી તે ઉત્તર ભારતની ટ્રેન પકડે તે સ્વાભાવિક હતું અને તેથી પોલીસે નોર્થ ઈન્ડિયા (North India) તરફ જતી ટ્રેનોની માહિતી મેળવી તેણે લખનૌ સ્ટેશનની ટિકિટ કઢાવી હોવાની માહિતી મેળવી લીધી હતી. આથી આ રૂટ પર આવતા પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરી આરોપી અને અપહ્યુતની જાણકારી આપી દેવાઈ હતી. બીજી તરફ વલસાડ જિલ્લા એલસીબીના પીઆઈ વી. બી. બારડ (PI V B Barad) તેમની ટીમ સાથે વાયા મધ્યપ્રદેશ થઈને ઉત્તર ભારત તરફ જવા રવાના થઈ ગયા હતા. દરમિયાનમાં એમપીના ખંડવા રેલવે સ્ટેશન ખાતે કુશીનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી આરોપી અને બાળા રેલવે પોલીસ ફોર્સને મળી આવ્યા હતા.
બાળકીને કેવી રીતે ફસાવી
બાળ તસ્કરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં સંડોવાયેલો શખ્સ અગાઉ પણ ઉત્તર પ્રદેશના જુદાજુદા વિસ્તારમાંથી ચારેક જેટલા બાળકો ચોરી કરીને નેપાળના મોતીપુરમાં વેચી ચૂક્યો છે. બાળકોના અપહરણ કરતા પહેલા આ શાતિર અપરાધી તેમની સાથે મિત્રતા કેળવી લેતો હતો. 8 મહિનાથી વોચમેન તરીકે નોકરી કરતો રમેશ ઉર્ફે લેખે ખનાલે બાળકીને કેટલાક દિવસોથી મોબાઈલ ફોનમાં નેપાળના મેળાના વીડિયો બતાવી તેને ચગડોળમાં બેસાડવાની તેમજ ખાવાની લાલચ આપતો હતો. અપહરણ દરમિયાન બાળકી બૂમાબૂમ ના કરે તે માટે તેણે નવા કપડા, ફૂગ્ગાઓ, ઈમિટેશન જવેલરી અને વેફરના પડીકા અપાવ્યા હતા.
આરોપીની સાચી ઓળખ જાણવા પ્રયાસ
પકડાયેલો આરોપી રમેશ નેપાળી ઉર્ફે લેખે ખનાલ પોતાની ઓળખ છુપાવતો હોવાની જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા (Rajdeepsinh Zala) ને શંકા છે. આરોપીએ પ્રાથમિક તપાસમાં જે વિગતો જણાવી છે તેને લઈને સંતોષ નહીં હોવાનું પણ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે. આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે ઠોસ પૂરાવા એકત્ર કરવામાં પોલીસ લાગી ગઈ છે. આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન હાથ લાગેલા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ની મદદથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં હાવભાવ ઓળખ (Gesture Recognition) પણ કરાવવામાં આવશે. આરોપી પાસેથી મળેલા ફોન અને ડાયરી સહિતના દસ્તાવેજોના આધારે આરોપી સાથે જોડાયેલી ગેંગની માહિતી જાણવા પ્રયાસ શરૂ કરાયો છે. આ કેસમાં અનેક નવા ખૂલાસાઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.