Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી ખાતરમાં મીઠુ ઉમેરી ઉદ્યોગોને ઉંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ

અત્યાર સુધી માત્ર સરકારી અનાજની જ કાળા બજારી થતું હોય તેવું સામે આવ્યું હશે પરંતુ હવે તો ખેડૂતોના ખાતરની પણ કાળા બજારી થઇ રહી છે અને ખાતરમાં વજન વધારવા માટે પણ હવે કૌભાંડીઓ મીઠાનો ઉપયોગ કરી મોટું કૌભાંડ આચરી રહ્યા હોવાના પ્રકરણનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલામાં  અંદાજિત 11 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે આરોપીને દબોચી લીધો છે. અંકલેશ્વરથી મેળવતા હતા સરકારી ખાતરનો જથ્થો ભરૂચના àª
સરકારી ખાતરમાં મીઠુ ઉમેરી ઉદ્યોગોને ઉંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ
અત્યાર સુધી માત્ર સરકારી અનાજની જ કાળા બજારી થતું હોય તેવું સામે આવ્યું હશે પરંતુ હવે તો ખેડૂતોના ખાતરની પણ કાળા બજારી થઇ રહી છે અને ખાતરમાં વજન વધારવા માટે પણ હવે કૌભાંડીઓ મીઠાનો ઉપયોગ કરી મોટું કૌભાંડ આચરી રહ્યા હોવાના પ્રકરણનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલામાં  અંદાજિત 11 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે આરોપીને દબોચી લીધો છે. 
અંકલેશ્વરથી મેળવતા હતા સરકારી ખાતરનો જથ્થો 
ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના તવરા ગામે ખેતરની જમીનમાં એક મોટા સેડની અંદર સરકારી ખાતર સંગે વગે થતું હોવાની માહિતી ભરૂચ એસ.ઓ.જી પોલીસને મળી હતી જેના પગલે એસ.ઓ.જી પોલીસ મથકના પીઆઇ આનંદ ચૌધરીએ પોતાના સ્ટાફ સાથે બાતમીના સ્થળ પર દરોડા પાડ્યા હતા.  સરકારી ખાતરના પેકિંગ દરમિયાન સરકારી ખાતર રાખવા મુદ્દે લાયસન્સની માંગણી કરવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા કૌભાંડીઓ ગભરાઈ ગયા હતા અને તેઓને સરકારી ખાતરનો આ જથ્થો અંકલેશ્વરના ચિંતન એગ્રો સંચાલકે આપ્યો હોવાની કબુલાત કરી હતી. લાઇસન્સ વિના સરકારી ખાતરનો મોટો જથ્થો મળી આવતા સરકારી ખાતર સરકારી બોરીમાંથી અન્ય બોરીમાં પેક કરી ભરૂચના ઉદ્યોગોને વેચવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું અને સરકારી ખાતર સાથે વજન વધારવા માટે મીઠું ભેળસેળ કરવામાં આવતું હોવાનું ફલિત થયું હતું. 

11 લાખ ઉપરાંત નો મુદ્દામાલ 
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એસઓજી પોલીસે કરતા સ્થળ ઉપરથી સરકારી ખાતરનો મોટો જથ્થો તેમજ ખાતર સાથે ભેળસેળ કરવામાં આવતું મીઠું તથા વિવિધ મુદ્દા માલ મળી ૧૧ લાખ ઉપરાંત નો મુદ્દામાલ એસ ઓ જી પોલીસે ઝડપી પાડી ખાતર પેક કરી રહેલા હેમંત વિનોદ પાનવાલા નામના શખ્સને ઝડપી લઇ તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. 
સ્થળ ઉપરથી શું શું કબજે કરાયું ?
(૧) સરકારી ખાતરની બોરી નંગ ૨૨૪,  કિંમત રૂ ૬ લાખ ૧૬ હજાર
(૨) ખાતર તથા મીઠું મિક્સ કરેલી બોરી નંગ ૨૯, કિંમત રૂપિયા ૭૯, ૭૫૦
(૩) મીઠું ભરેલી બોરી નંગ ૮૨, કિંમત રૂપિયા ૨૩,૫૩૪
(૪) અશોક લેલન ટેમ્પો કિંમત રૂપિયા ૪ લાખ
(૫) મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા ૫૦૦૦
(૬) બોરીઓની સિલાઈ કરવાનું મશીન નંગ એક કિંમત રૂપિયા ૨૫૦૦
(૭) એક જુનો ઈલેક્ટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા ૩૦૦૦
(૮) ખાતર ભરવાની પ્લાસ્ટિકની કેપ નંગ ૨ તથા અન્ય પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ રૂપિયા 11,29,784 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો
 ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.