Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SBIએ લોન્ચ કર્યું WhatsApp Banking, ચેટિંગથી જાણો તમારા એકાઉન્ટની માહિતી

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ કોમ્યુનિકેશનનો સરળ રસ્તો બની ગયો છે. હવે ઘણી બેંકો વોટ્સએપ દ્વારા બેંકિંગ સુવિધા પૂરી પાડી રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ WhatsApp બેંકિંગની સુવિધા શરૂ કરી છે. હવે તમે SBIના વોટ્સએપ નંબર પર ચેટ દ્વારા બેંક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટની માહ
sbiએ લોન્ચ કર્યું whatsapp banking  ચેટિંગથી જાણો તમારા એકાઉન્ટની
માહિતી

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા
જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય
, તે દરેક જગ્યાએ
કોમ્યુનિકેશનનો સરળ રસ્તો બની ગયો છે. હવે ઘણી બેંકો વોટ્સએપ દ્વારા બેંકિંગ
સુવિધા પૂરી પાડી રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ
પણ
WhatsApp બેંકિંગની સુવિધા શરૂ કરી છે. હવે તમે SBIના વોટ્સએપ નંબર પર
ચેટ દ્વારા બેંક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટની માહિતી સહિત ઘણી સેવાઓનો લાભ લઈ
શકો છો.

Advertisement


સ્ટેપ 1 – SBI WhatsApp બેન્કિંગ માટે નોંધણી જરૂરી

Advertisement

SBI WhatsApp બેન્કિંગ હેઠળ કોઈપણ સેવા મેળવવા માટે તમારે પહેલા નોંધણી કરાવવી
પડશે. આ માટે તમારે ટેક્સ્ટ મેસેજમાં
WAREG ટાઈપ કરવાનો રહેશે, ત્યારબાદ સ્પેસ
આપીને તમારો એકાઉન્ટ નંબર લખીને
7208933148
પર SMS મોકલવો પડશે. આ મેસેજ મોકલવો ખૂબ જ
સરળ છે
, દા.ત – WAREGએકાઉન્ટ નંબર અને તેને 7208933148 પર મોકલો. તમારે એક
વાતનું ધ્યાન રાખવું પડશે કે આ મેસેજ એ જ નંબર પરથી મોકલો જે તમારા
SBI એકાઉન્ટમાં નોંધાયેલ છે.

SBI WhatsApp બેંકિંગ માટે સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા પછી તમારા WhatsApp નંબર પર SBIના નંબર 90226 90226 પરથી આપમેળે એક સંદેશ પ્રાપ્ત થશે. આ સિવાય તમે આ નંબર સેવ પણ કરી
શકો છો.

Advertisement


સ્ટેપ 2- ચેટિંગથી માહિતી મેળવો

હવે Hi અથવા Hi SBI લખો. આ પછી SBI તરફથી આ મેસેજ આવશે-

પ્રિય ગ્રાહક,

SBI Whatsapp બેંકિંગ સેવાઓમાં આપનું સ્વાગત છે!

કૃપા કરીને નીચેના કોઈપણ વિકલ્પોમાંથી
પસંદ કરો.

1.  એકાઉન્ટ બેલેન્સ

2.  મીની સ્ટેટમેન્ટ્સ

3.  વોટ્સએપ બેંકિંગમાંથી ડી-રજીસ્ટર કરો


તમે પ્રારંભ કરવા માટે તમારી ક્વેરી
પણ લખી શકો છો
.

તમારા તરફથી 1 ટાઈપ કરવાથી બેંક
બેલેન્સની માહિતી મળશે
, જ્યારે 2 ટાઈપ કરવાથી છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનના મિની સ્ટેટમેન્ટની
માહિતી મળશે. તમે
24×7 સુવિધાઓનો લાભ લઈ શકો છો SBI ના WhatsApp બેંકિંગ સાથે તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો આનંદ માણી શકો છો. તમે તમારું બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ
ચેક કરવા સહિત અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો.

Tags :
Advertisement

.