Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરમાં લાખોના ખર્ચે નગરપાલિકાએ બનાવેલ સવજીભાઈ કોરાટ શાકમાર્કેટ હાલ ધૂળખાય છે

જેતપુરમાં નગરપાલિકા તરફથી વર્ષ 2010માં લાખો રૂપિયાના ખર્ચે બસસ્ટેન્ડ પાસેજ વોલીબોલગ્રાઉન્ડમાં   અદ્યતન 110 ઓટલાની શાકમાર્કેટ બનાવેલ છે.આ શાકમાર્કેટ માં હાલતો અસમાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા હોય છે તેમજ શાકમાર્કેટમાં થડામાં જ્યાં જુઓ ત્યાં દેશી તેમજ વિદેશી દારૂની બોટલ તેમજ કોથળીઓ  જોવા મળી રહી છે જેથી જો શાકમાર્કેટ ચાલુ થાય તો જેતપુરના અનેક ટ્રાંફિકના પ્રશ્નો હલ થઈ શકે તેમ છà
જેતપુરમાં લાખોના ખર્ચે નગરપાલિકાએ બનાવેલ સવજીભાઈ કોરાટ શાકમાર્કેટ હાલ  ધૂળખાય છે
જેતપુરમાં નગરપાલિકા તરફથી વર્ષ 2010માં લાખો રૂપિયાના ખર્ચે બસસ્ટેન્ડ પાસેજ વોલીબોલગ્રાઉન્ડમાં   અદ્યતન 110 ઓટલાની શાકમાર્કેટ બનાવેલ છે.આ શાકમાર્કેટ માં હાલતો અસમાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા હોય છે તેમજ શાકમાર્કેટમાં થડામાં જ્યાં જુઓ ત્યાં દેશી તેમજ વિદેશી દારૂની બોટલ તેમજ કોથળીઓ  જોવા મળી રહી છે જેથી જો શાકમાર્કેટ ચાલુ થાય તો જેતપુરના અનેક ટ્રાંફિકના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે અને આ શાકભાજીના થડાઓની વહેંચણી વ્હેલી તકે કરવામાં આવે તો  વેપારીઓને પણ પોતાનો માલસામાન વેચવા સારી સુવિધા મળી શકે.
આ શાકમાર્કેટનો પ્રશ્ન ગાંધીનગર શહેરી વિકાસ ખાતામાં પડેલ છે.પરતું નગરપાલિકાના સતાધીશોનાં અણઆવડતનાં કારણે પ્રજા ત્રાહિમામ્ પોકરી રહી છે જો આ શાકમાર્કેટ  ગાંધીનગર શહેરી વિકાસ ખાતામાં પડેલ હોઈ પરતું હાલ આ શાકમાર્કેટ માટે નગરપાલિકામાં ઠરાવ મંજૂર કરી કામનાધોરણે શાકભાજીના થડા નું વિતરણ કરવું જોઈ જેથી અહી અસમાજિક તત્વો  અડીંગો જમાવીને બેઠો હોયતે બંધ થાય તેમજ શાક માર્કેટ ચાલુ  એથઈ જાય તો ગાંધીરોડ તેમજ સરકારી દવાખાના સામે  શાકભાજી વેંચતા ફેરિયાઓ પોતાનો વેપાર શાકમાર્કેટમાં કરશે તો જેતપુરમાં ગાંધીરોડ ઉપરનો ટ્રાંફિકનો પ્રશ્ન આપોઆપ હલ થઈ શકે તેમ છે.
જેતપુરનાં મુખ્ય રોડ ગાંધી માર્ગ પર શાકમાર્કેટ ભરાઈ છે, ત્યાં ટ્રાંફિક હળવો થઈ શકે અને બહારગામથી માલ લઈને આવતા લોકોને પણ બસસ્ટેન્ડ નજીક શાકમાર્કેટ બહેનોને પણ શાકભાજી લેવામાં સરળ પડે. તડકો કે વરસાદમાં શાકભાજીના વેપારીઓ નિરાંતે ધધો કરી શકે છે. આ શાકમાર્કેટ બર વર્ષ થયા ત્યારથી ધૂળખાય છે અને અહીં અસામાજિક તત્વોનો અડો બની ગઈ છે. ત્યારે જેતપુર નગરપાલિકાના સતાધીશો કઈ પણ બોલવા તૈયાર નથી. વહેલીતકે શાકમાર્કેટ ચાલુ થઇ જાય તેવી માગ  કરી રહ્યા છે.
જેતપુર બસસ્ટેન્ડ પાસેજ વોલીબોલ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન 110 ઓટલાની શાકમાર્કેટ બનાવેલ છે. જે  શાકમાર્કેટનો પ્રશ્ન ગાંધીનગર શહેરી વિકાસ ખાતામાં પડેલ હોઈ આ માર્કેટની હરરાજીની કાર્યવાહી ચાલુ છે. તેમજ શહેરના ગાંધી માર્ગ પર ટ્રાફિકની સમસ્યા છે તે પોલીસ સાથે સંકલન કરી તે સમસ્યા દૂર કરવામાં આવશે તેમજ સવજીભાઈ કોરાટ શાકમાર્કેટનું જે રીપેરીંગ કામ છે તે વ્હેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી બાહેંધરી નગરપાલિકાનાં ચીફ ઓફિસરે આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.