Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતને 4 દિવસના રિમાન્ડ, મુંબઇમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની ધરપકડને લઈને શિવસૈનિકોએ આજે ​​ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા અને સંજય રાઉતના પરિવારના સભ્યોને મળ્યા હતા.આ તરફ  EDના અધિકારીઓ શિવસેનાના સાંસદ સંજય રાઉતને કોર્ટમાં લાવ્યા હતા. કોર્ટ કમ્પાઉન્ડમાં આવ્યા બાદ રાઉતે હાથ ઉંચો કરીને જય મહારાષ્ટ્ર કહ્યું હતું. ત્યાર બાદ રાઉતને àª
સંજય રાઉતને 4 દિવસના રિમાન્ડ  મુંબઇમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની ધરપકડને લઈને શિવસૈનિકોએ આજે ​​ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા અને સંજય રાઉતના પરિવારના સભ્યોને મળ્યા હતા.
આ તરફ  EDના અધિકારીઓ શિવસેનાના સાંસદ સંજય રાઉતને કોર્ટમાં લાવ્યા હતા. કોર્ટ કમ્પાઉન્ડમાં આવ્યા બાદ રાઉતે હાથ ઉંચો કરીને જય મહારાષ્ટ્ર કહ્યું હતું. ત્યાર બાદ રાઉતને કોર્ટ રૂમમાં લઇ જવાયા હતા. અંદર જતા મીડિયાને જોઈને સંજય રાઉતે કહ્યું કે આ અમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોર્ટમાં કાર્યવાહી બાદ સંજય રાઉતને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 
ઉલ્લેખનિય છે કે EDએ ગઈકાલે મુંબઈમાં 'ચાલ'ના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની અટકાયત કરી હતી અને બાદમાં મોડી રાત્રે તેમની ધરપકડ કરી હતી.
આજે, લગભગ 200 પોલીસકર્મીઓ EDની ઓફિસ, જેજે હોસ્પિટલ અને મુંબઈની સેશન્સ કોર્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે.  જેથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન સર્જાય. ED ઓફિસની બહાર 100 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે JJ હોસ્પિટલની બહાર 50 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટ પાસે 50 જેટલા પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
EDએ ગઈકાલે (રવિવારે) વહેલી સવારે સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા, જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યા હતા. આ પછી, EDએ રાઉતને કસ્ટડીમાં લીધો, ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી તેની પૂછપરછ ચાલુ રાખી અને મોડી રાત્રે લગભગ 12.40 વાગ્યે રાઉતની ધરપકડ કરી.
સંજય રાઉતના ઘરેથી બિન હિસાબી રોકડ મળી આવી છે. આ સાથે ઘણા દસ્તાવેજો પણ EDના હાથમાં છે. પાર્ટી તેમના નેતાની ધરપકડના વિરોધમાં મુંબઈ અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.