Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંજય રાઉતની વધી શકે છે મુશ્કેલીઓ, ભાજપ નેતાના પત્નીએ દાખલ કર્યો રૂ.100 કરોડનો માનહાનીનો કેસ

ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે. મેઘા સોમૈયાએ સોમવારે હાઈકોર્ટમાં સંજય રાઉત વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. મેધા કિરીટ સોમૈયાએ સંજય રાઉત વતી શૌચાલય કૌભાંડમાં નામ આપવાને લઇને સંજય રાઉત વિરુદ્ધ માનહાનીનો આ કેસ દાખલ કર્યો છે. કિરીટ સોમૈયા વતી આ કાર્યવાહી બાદ મહારાષ્ટ્રના à
09:28 AM May 23, 2022 IST | Vipul Pandya
ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે. મેઘા સોમૈયાએ સોમવારે હાઈકોર્ટમાં સંજય રાઉત વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. મેધા કિરીટ સોમૈયાએ સંજય રાઉત વતી શૌચાલય કૌભાંડમાં નામ આપવાને લઇને સંજય રાઉત વિરુદ્ધ માનહાનીનો આ કેસ દાખલ કર્યો છે. 
કિરીટ સોમૈયા વતી આ કાર્યવાહી બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ શિવસેના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ કોર્ટમાં ક્રિમિનલ માનહાનીની ​​ફરિયાદ દાખલ કરી હતી. વાસ્તવમાં, સંજય રાઉતે તેમના પર 100 કરોડ રૂપિયાના ટોઇલેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે મેધાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'રાઉતના આરોપો પાયાવિહોણા અને બદનક્ષીભર્યા છે'. આવી સ્થિતિમાં રાઉતને નોટિસ આપીને તેમની સામે માનહાનીનો કેસ શરૂ થવો જોઈએ. સોમૈયાએ કહ્યું હતું કે, જો સેવરી કોર્ટમાંથી ન્યાય નહીં મળે તો તેઓ આ મામલે હાઈકોર્ટમાં જશે. અરજીમાં મેધા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ 503, 506 અને 509 હેઠળ કેસ નોંધવાની અપીલ કરી છે. મેધા સોમૈયાએ અગાઉ મુંબઈના મુલુંડ ઈસ્ટના નવઘર પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત વિરુદ્ધ માનહાનીની ​​ફરિયાદ નોંધાવી છે. સંજય રાઉતે આ મુદ્દે મેધા સોમૈયાની માફી માંગી નથી, જે બાદ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં શિવસેનાના સાંસદ વિરુદ્ધ 100 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

સંજય રાઉતે દાવો કર્યો છે કે, કિરીટ અને મેધા સોમૈયાએ ટોયલેટ કૌભાંડમાં 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમની પાસે આ મામલે કેટલાક દસ્તાવેજો છે, જેને તે બધાની સામે પણ રાખશે. નેતાનો પર્દાફાશ કરશે. એપ્રિલમાં શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, સોમૈયા પરિવાર દ્વારા સંચાલિત એનજીઓ યુવા પ્રતિષ્ઠાન રૂ.100 કરોડના શૌચાલય કૌભાંડમાં સામેલ છે. મહત્વનું છે કે, કિરીટ સોમૈયા સામે પણ 57 કરોડની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. કિરીટ સોમૈયા પર આરોપ છે કે તેણે INS વિક્રાંતને બચાવવા માટે ભંડોળ એકત્ર કર્યું હતું પરંતુ તે ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલામાં 53 વર્ષીય પૂર્વ સૈનિકની ફરિયાદ પર મુંબઈના પોલીસ સ્ટેશનમાં કિરીટ દંપતી અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે કિરીટ દંપતીને વચગાળાની રાહત આપી છે.

Tags :
100CroreDefamationBJPBJPLeaderGujaratFirstKiritSomaiya'sWifeSanjayRaut'stroublesSanjayRoutShivSena
Next Article