Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મની લોન્ડરીંગ કેસમાં સંજય રાઉતના 8 ઓગષ્ટ સુધીના રિમાન્ડ વધારાયા

મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેમણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.શિવસેનાના સાંસદ સંજય રાઉત પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં છે. રવિવારે ED અધિકારીઓએ તà
મની લોન્ડરીંગ કેસમાં સંજય રાઉતના 8 ઓગષ્ટ સુધીના રિમાન્ડ વધારાયા
મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેમણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.
શિવસેનાના સાંસદ સંજય રાઉત પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં છે. રવિવારે ED અધિકારીઓએ તેમના ઘરની તલાશી લીધી હતી અને લગભગ છ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. ઇડીએ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને પહેલા 4 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. 
ગુરુવારે ED અધિકારીઓએ સંજય રાઉતને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પછી તેમના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટના આદેશ પર, રાઉતને ફરીથી 8 ઓગસ્ટ સુધી ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 
 આ આખો મામલો પાત્ર ચાલ જમીનની ખરીદી સાથે જોડાયેલો છે. 1,039 કરોડના કૌભાંડનો આ મામલો છે. આ મામલામાં EDએ PMLA હેઠળ પણ કેસ નોંધ્યો છે. અગાઉ એપ્રિલમાં EDના અધિકારીઓએ સંજય રાઉતની પત્ની અને નજીકના સંબંધીઓની 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
 
Advertisement
Tags :
Advertisement

.