Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UPમાં ભાજપની જીત પર સંજય રાઉતે માયાવતી અને ઓવૈસીને 'ભારત રત્ન' આપવાની કરી માંગણી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે જીત મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપની જીત પર પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ તેમણે BSP સુપ્રીમો માયાવતી અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને 'ભારત રત્ન' આપવાની માંગણી કરી છે.વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને તમામ દળ હવે એકબીજાની હાર અને જીત પર ટિપ્પણી કરી રહ્યા છે. દરમિયાન શિવસà«
upમાં ભાજપની જીત પર સંજય રાઉતે માયાવતી અને ઓવૈસીને  ભારત રત્ન  આપવાની કરી માંગણી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે જીત મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપની જીત પર પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ તેમણે BSP સુપ્રીમો માયાવતી અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને 'ભારત રત્ન' આપવાની માંગણી કરી છે.
વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને તમામ દળ હવે એકબીજાની હાર અને જીત પર ટિપ્પણી કરી રહ્યા છે. દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય માયાવતી અને ઓવૈસીના યોગદાનને આપ્યો છે. રાઉતે કહ્યું કે, "ભાજપને મોટી જીત મળી છે, યુપી તેમનું રાજ્ય હતું, છતાં અખિલેશ યાદવની સીટો વધી છે. ભાજપની જીતમાં માયાવતી અને ઓવૈસીનો ફાળો છે, આ બધાને પદ્મ વિભૂષણ અને ભારત રત્ન આપવો પડશે. અમે ખુશ છીએ. જીત અને હાર થતી રહે છે. અમે પણ તમારી ખુશીમાં સામેલ છીએ." 
આ સાથે સંજય રાઉતે પંજાબમાં ભાજપની હાર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "તમે અમને વારંવાર કહો છો કે, યુપીમાં શિવસેનાને કેટલી સીટો મળી? યુપીમાં કોંગ્રેસ અને શિવસેનાની જે હાર મળી તેના કરતા પણ પંજાબમાં તમારી હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે દેશને કંઈક માર્ગદર્શન આપો. ચિંતાનો વિષય છે. પંજાબની જનતાએ ભાજપને સંપૂર્ણપણે નકારી કાઢી છે જે એક રાષ્ટ્રીય પક્ષ છે. વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ ત્યાં જોરદાર પ્રચાર કર્યો, છતા ભાજપ કેમ હારી ગઇ?
સંજય રાઉતે આ સંદર્ભમાં વધુમાં કહ્યું કે, "ભાજપ 4 રાજ્યોમાં જીત્યું છે. અમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમે તમારી ખુશીનો ભાગ છીએ. ભાજપના નેતાઓએ જણાવવું જોઈએ કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ચૂંટણી કેમ હારી ગયા? ગોવામાં તો 2 નાયબ મુખ્યમંત્રી હારી ગયા. સૌથી ચિંતાજનક મુદ્દો પંજાબનો છે, જ્યા ભાજપ જેવી રાષ્ટ્રવાદી પાર્ટીને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે." યુપીમાં AIMIM ને અડધા ટકા (0.49%) વોટ પણ નથી મળ્યા. નિષ્ણાતોનું માનવું છે કે, મુસ્લિમ મતો સીધા સપા તરફ ગયા છે. સપાના ઘણા ઉમેદવારોએ મુસ્લિમ બહુમતી ધરાવતા વિધાનસભા મતવિસ્તારોમાં જીત નોંધાવી છે. યુપીના મુસ્લિમ મતદારોએ ઓવૈસીને તેમના નેતા તરીકે સ્વીકારવાનો સર્વસંમતિથી ઇનકાર કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

.