સલમાન રશ્દીની હાલત ગંભીર, જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ
અમેરિકાના ન્યૂયોર્કમાં શુક્રવારે પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સલમાન રશ્દી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રશ્દીને હાલમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેમની હાલત ગંભીર છે અને તે હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. બીજી તરફ પોલીસે એક આરોપી હુમલાખોરની પણ ધરપકડ કરી છે જેની ઓળખ Hadi Matar તરીકે થઈ છે જે માત્ર 24 વર્ષનો છે.અં
અમેરિકાના ન્યૂયોર્કમાં શુક્રવારે પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સલમાન રશ્દી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રશ્દીને હાલમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેમની હાલત ગંભીર છે અને તે હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. બીજી તરફ પોલીસે એક આરોપી હુમલાખોરની પણ ધરપકડ કરી છે જેની ઓળખ Hadi Matar તરીકે થઈ છે જે માત્ર 24 વર્ષનો છે.
અંગ્રેજી ભાષાના જાણીતા લેખક સલમાન રશ્દી પર શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મુંબઈમાં જન્મેલા અને બુકર પ્રાઈઝ વિજેતા સલમાન રશ્દી (75) પશ્ચિમ ન્યૂયોર્કમાં ચૌટાઉકા ઇન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમ દરમિયાન તેમનું પ્રવચન શરૂ કરવાના હતા ત્યારે એક વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને તેણે રશ્દીને મુક્કો માર્યો. થોડી જ વારમાં તેણે તેમના પર છરી વડે હુમલો કર્યો. રશ્દીને ગરદનમાં ઈજા થઇ છે. તે સમયે કાર્યક્રમમાં તેમનો પરિચય કરાવવામાં આવી રહ્યો હતો. રશ્દીને સ્ટેજ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમાચાર એજન્સી રોયટર્સે તેના બુક એજન્ટને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે, તેઓ તેમની એક આંખ ગુમાવે તેવી શક્યતા છે. તેમને હાથ અને લીવરમાં પણ ઈજા થઈ હતી.
Advertisement
કાર્યક્રમ દરમિયાન હાજર લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો અને બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. વળી, રશ્દીને સ્ટેજ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબિયત બગડતી જોઈને રશ્દીને હેલિકોપ્ટર દ્વારા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ધ બુકર પ્રાઈઝે રશ્દી પરના હુમલાની નિંદા કરી છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, રશ્દી જે ઈવેન્ટને સંબોધવાના હતા તે ઈવેન્ટમાં હાજર એન્ડોક્રિનોલોજિસ્ટ રીટા લેન્ડમેન સ્ટેજ પર ગઈ અને રશ્દીને પ્રાથમિક સારવાર આપી. રીટાએ કહ્યું કે, રશ્દીના શરીર પર છરાના અનેક ઘા હતા, જેમાંથી એક તેમની ગરદનની જમણી બાજુએ હતો અને તે લોહીથી લથપથ પડેલા હતા. તેમણે કહ્યું કે, તે જીવંત હતા પરંતુ CPR લઈ રહ્યા નહોતા. રીટાએ કહ્યું કે, ત્યાં હાજર લોકો કહી રહ્યા હતા કે તેમના ધબકારા ચાલી રહ્યા છે.
દરમિયાન, ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, રશ્દી જીવિત છે અને તેમને સુરક્ષિત સ્થળે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેથી હોચુલે કહ્યું કે, સલમાન રશ્દી ઘણા દાયકાઓ સુધી સત્તામાં રહેલા લોકો સામે સત્ય કહેતા રહ્યા છે. ન્યૂયોર્ક સ્ટેટના ગવર્નરે, બંદૂકની હિંસા અટકાવવાના ઉદ્દેશ્યથી એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે એક કાર્યક્રમ દરમિયાન પ્રતિષ્ઠિત વ્યક્તિ સલમાન રશ્દી પર થયેલા હુમલા વિશે જાણીને તે "ખૂબ જ દુઃખી" છે. તે જીવિત છે અને તેમને સુરક્ષિત જગ્યાએ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.