ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

“સદીની મહાનાયિકા” ટાઇટલ આપનાર આપણી પાસે કેમ નથી?

આપણી ફિલ્મોમાં ટીવી સિરીયલ્સમાં અને બીજા જાહેર માધ્યમોમાં આપણી સાહિત્ય કૃતિઓમાં હજુ સ્ત્રીઓને દ્વિતીય નાગરિકનો દરજ્જો આપવાની માંદલી મનોદશામાંથી સમાજ બહાર નીકળ્યો નથી. એ આજકાલ બનતી આપણી ફિલ્મો ટીવી સિરિયલ કે અપવાદોને બાદ કરતા કેટલીક સાહિત્યકૃતિઓ માં જોઈ શકીએ છીએ કે વાંચી શકીએ છીએ.આજે આપણે માત્ર આ સદીની આપણી ફિલ્મો પૂરતી વાત મર્યાદિત રાખીએ તો પણ મને-કમને કહેવું જ પડે છે કે આપàª
01:30 AM May 17, 2022 IST | Vipul Pandya
આપણી ફિલ્મોમાં ટીવી સિરીયલ્સમાં અને બીજા જાહેર માધ્યમોમાં આપણી સાહિત્ય કૃતિઓમાં હજુ સ્ત્રીઓને દ્વિતીય નાગરિકનો દરજ્જો આપવાની માંદલી મનોદશામાંથી સમાજ બહાર નીકળ્યો નથી. એ આજકાલ બનતી આપણી ફિલ્મો ટીવી સિરિયલ કે અપવાદોને બાદ કરતા કેટલીક સાહિત્યકૃતિઓ માં જોઈ શકીએ છીએ કે વાંચી શકીએ છીએ.
આજે આપણે માત્ર આ સદીની આપણી ફિલ્મો પૂરતી વાત મર્યાદિત રાખીએ તો પણ મને-કમને કહેવું જ પડે છે કે આપણી ફિલ્મોમાં નાયકની જેટલું  મહત્વ આપવામાં આવે છે તેટલું નાયિકાને આપવામાં આવતું નથી.
ફિલ્મોમાં મહેનતાણાથી માંડીને વાર્તામાં તેની ભૂમિકા, તેનો પહેરવેશ,  તેની રજૂઆત અને ફિલ્મના પ્રમોશનથી માંડીને ફિલ્મોના પોસ્ટર્સ વગેરેમાં સ્પષ્ટ રીતે પુરુષને એટલે કે નાયકને જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે તેટલું ફિલ્મની નાયિકાને એટલે કે સ્ત્રીને આપવામાં આવતું નથી. રાણી લક્ષ્મીબાઈ કે મર્દાની કે એવી ફિલ્મો કે જેમાં નાયકનું મહત્વ ન હોય પણ આજ નાયક રૂપે ફિલ્મમાં કેન્દ્રવર્તી ભૂમિકા હોય અને આખી ફિલ્મની વાર્તા એના ખભા ઉપર ઉચકાઇને ચાલતી હોય એવા દાખલાઓ ખોલવા માટે માથું ખંજવાળવું પડે છે.
જૂના જમાનામાં શાંતારામ કે પછી મહેબૂબ ખાન જેવાએ મધર ઇન્ડિયા જેવી ફિલ્મો બનાવીને આપણા બોલિવૂડને એ દિશામાં આગળ વધવાનો સંકેત આપ્યો હતો. પણ કારણો ગમે તે હોઈ શકે એ સંકેતોને દફનાવી દઈને બોલિવૂડની એ પછીની આખી યાત્રામાં આપણને પુરુષપ્રધાન વાર્તાઓ અને પુરુષ પ્રધાન ફિલ્મો મળતી રહી જોવાથી રહી વખણાતી રહી અને કમાતી રહી.
અહીં અમિતાભ બચ્ચનને ભરપૂર માન-સન્માન અને સલામ સાથે માત્ર ઉદાહરણ તરીકે ઉપયોગ કરવા ખાતર એમના નામનો ઉપયોગ કરીએ તો આપણે "સદીના મહાનાયક" જેવું લાડકવાયું વિશેષણ આપીને અમિતાભની અભિનય કળાને અંજલી આપવામાં ઉદાર બન્યા. આ એક સારી વાત છે.
શું આટલા વર્ષોમાં બોલીવુડને એવી એક પણ સ્ત્રી નાયિકાના જડી કે જેને "સદીની મહાન નાયીકા"નું માન આપીને આપણે સ્ત્રી શક્તિનો સ્ત્રીની અભિનય શક્તિનો સ્વીકાર કરી શકીએ. આપણને ન્યાય તોળવાનો કોઈ અધિકાર નથી પણ માત્ર ઉદાહરણ તરીકે ગત વર્ષોની દાયકાઓમાં દેવિકા રાણી, નિરૂપા રોય, નરગીસ, શબાના આઝમી,  મીના કુમારી, સ્મિતા પાટીલ વગેરે વગેરે અનેક નાયિકાઓએ એમના ભાગમાં આવેલી વાર્તાએ આપેલા રોલને કે ભૂમિકાને જે બખૂબીથી નિભાવ્યા છે તેનું આપણે ઉલ્લેખ જરૂર કર્યો છે પણ એક નાયકને જેટલું મહત્વ આપણે આપીએ છીએ કેટલું મહત્વ હજુ આપણે નરગીસ,  મીનાકુમારી, સ્મિતા પાટીલ કે એવી બીજી સક્ષમ અભિનેત્રીઓને કેમ આપી શક્યા નથી?
હમણાં જ અભિનેત્રી કંગનાનું એક ચલચિત્ર "ધાકડ" રજૂ થયું છે. ફિલ્મ કેવી છે એની આજે આપણે વાત નથી કરતા પણ અખબારો દ્વારા જાણવા મળે છે તે મુજબ એ નારી કેન્દ્રી ફિલ્મ છે અને પ્રમાણમાં એને ઠીક ઠીક સફળતા પણ મળી છે. હવે જ્યારે પત્રકારોએ કંગનાને પ્રશ્ન કર્યો કે શું તમારી ફિલ્મને કેજીએફ કે આર આર જેવી સફળતા મળી શકશે?
ત્યારે કંગના એ આપેલો જવાબ સંયત છતાં સૂચક છે એણે કહ્યું કે ફિલ્મોના 80% દર્શકો પુરુષો છે તેથી ધાકડ જેવી ફિલ્મને કેજીએફ કે આર આર સાથે સરખાવી શકાય નહીં. એના આ જવાબમાંથી 21મી સદીની બોલિવૂડની અભિનેત્રીની વેદના છલકાય છે અથવા તો કહો કે એકવીસમી સદીની બોલિવૂડની એક સ્ત્રી અભિનેત્રીનો સ્ત્રીઆર્થ પડઘાય છે જેને આપણે સૌ સરવા કાન કરીને સાંભળવો પડશે.
નારી સમાનતાની વાત કરીએ છીએ ત્યારે સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં નારીનું સ્થાન અને માન આપણે પુરુષની સાથે સરખી રીતે વહેંચી શક્યા છીએ કે નહીં તે પ્રશ્ન તપાસનો વિષય બને છે.
"મધર ઇન્ડિયા" થી શરૂ થયેલી હિન્દી ફિલ્મોની યાત્રાને "ધાકડ"ના સાંપ્રત અલ્પવિરામ સુધી ફરીથી દીર્ઘ  દ્રષ્ટિ રાખીને તપાસી જોવાની જરૂર છે એમ થશે તો જ કદાચ આપણી ફિલ્મોની દુનિયામાં પણ સદીના સ્ત્રીઆર્થ અને સાચો ન્યાય આપી શકીશું.
Tags :
amitabhbachchanBollywoodGujaratFirstkanganaranautmotherindiaMovieranilaxmibaiTVserial
Next Article