Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સચિન પાયલોટે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાને ગણાવી એક આતંકી ઘટના

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની નિર્મમ હત્યાની દેશભરમાં લોકો નિંદા કરી રહ્યા છે. નેતા હોય કે ક્રિકેટર કે પછી સામાન્ય માણસ તમામ આ ઘટના પર પોતાનો ગુસ્સો ઠાલવતા કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા છે. વળી આ ઘટના પર હવે કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પણ કડક પ્રતિક્રિયા આપી છે. ઉદયપુર હત્યાકાંડને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. અનેક જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા સà
સચિન પાયલોટે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાને ગણાવી એક આતંકી ઘટના
Advertisement
રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની નિર્મમ હત્યાની દેશભરમાં લોકો નિંદા કરી રહ્યા છે. નેતા હોય કે ક્રિકેટર કે પછી સામાન્ય માણસ તમામ આ ઘટના પર પોતાનો ગુસ્સો ઠાલવતા કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા છે. વળી આ ઘટના પર હવે કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પણ કડક પ્રતિક્રિયા આપી છે. 
ઉદયપુર હત્યાકાંડને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. અનેક જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા સચિન પાયલટે આ મામલે વાત કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, હું તેને આતંકવાદી હુમલો માનું છું. રાજસ્થાન સરકારે પણ કહ્યું છે કે, તેને આતંકવાદી હુમલાના દૃષ્ટિકોણથી જોવું પડશે. ઉદયપુરની ઘટના પર સચિન પાયલોટે વધુમાં કહ્યું કે, આરોપીઓ ઝડપાઈ ગયા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તેમને એવી સજા આપવી જોઈએ જે દેશ અને દુનિયામાં એક ઉદાહરણ બને. અમે પીડિતાના પરિવારજનોને તમામ મદદ કરીશું. આ ઘટનામાં જે પણ જવાબદાર હશે અથવા તો કેટલી મોટી વ્યક્તિ કે અધિકારી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

કોંગ્રેસ નેતાએ ANIને કહ્યું કે, આ લોકોએ માનવતાની તમામ હદો પાર કરી દીધી છે. આવી હત્યા અને જે રીતે તેને અંજામ આપવામાં આવ્યો તેણે બધાને ચોંકાવી દીધા છે. આરોપીઓ ઝડપાઈ ગયા છે અને તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એવી સજા આપવામાં આવે જે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની રહે. તેમણે વધુમાં કહ્યું કે, કાશ્મીર અને પંજાબની જેમ રાજસ્થાન પણ સરહદી રાજ્ય છે. જો આરોપીઓના તાર સરહદની બીજી બાજુથી જોડાયેલા હોય, તો આપણે તેના તળિયે જવાની જરૂર છે. જો આ જ રીતે અસરગ્રસ્ત અન્ય લોકો હોય અને તેમના સંપર્કમાં હોય તો તેની ઊંડી તપાસ કરવી પડશે.
Advertisement

ઉલ્લેખનીય છે કે, મંગળવારે બપોરે કન્હૈયાલાલ નામના વ્યક્તિનું ઉદયપુરમાં તેની સિવણની દુકાનની અંદર માથું કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં મંગળવારે સાંજે, રાજસ્થાન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી, જેની ઓળખ ગોસ મોહમ્મદ અને રિયાઝ તરીકે થઈ હતી, બંને ઉદયપુરના સૂરજપોલ વિસ્તારના રહેવાસી હતા. આ ઘટનાનો એક વિડીયો જ્યાં આરોપીએ હત્યાની જવાબદારી લીધી હતી તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×