Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વરમાં અંગત અદાવતમાં ફાયરીંગથી પોલીસ તંત્રમાં દોડધામ

અંકલેશ્વરમાં મોડી રાતે યુવક પર ફાયરીંગ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવકને માથામાં ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે. પ્રાથમિક અનુમાનમાં ચૂંટણીની અદાવતમાં આ હુમલો થયો હોવાનું  બહાર આવ્યું છે. ઇજાગ્રસ્તને માથાના ભાગે ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંà
અંકલેશ્વરમાં અંગત અદાવતમાં ફાયરીંગથી પોલીસ તંત્રમાં દોડધામ
અંકલેશ્વરમાં મોડી રાતે યુવક પર ફાયરીંગ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવકને માથામાં ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે. 
પ્રાથમિક અનુમાનમાં ચૂંટણીની અદાવતમાં આ હુમલો થયો હોવાનું  બહાર આવ્યું છે. ઇજાગ્રસ્તને માથાના ભાગે ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
 બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 
ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ફાયરિંગની આ ટૂંકા સમયગાળામાં બીજી ઘટના છે. તાજેતરમાંજ જીઆઇડીસી વિસ્તારમાં એક યુવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જે બાદ આજે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું છે. અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. હુમલામાં અહમદ સઈદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા  ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 
અહમદ સઈદ વાડીવાળાના પત્નીએ અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ બાદ તેમની કેટલાક લોકો સાથે ચૂંટણી બાબતે તકરાર ચાલી રહી હતી. હુમલા બાબતે ૩ થી ૪ લોકો ઉપર ઈજાગ્રસ્તે શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ વ્યક્તિઓ અંગે તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.