Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોહિત શર્માએ વન-ડેમાં બનાવ્યો 250 સિક્સર ફટકારવાનો રેકોર્ડ, નંબર વન પર છે આ બેટ્સમેન

ટીમ ઈન્ડિયાએ પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટ હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી થે, આ મેચમાં પહેલા ભારતીય બોલરોએ ઈંગ્લિશ બેટ્સમેનોને ધૂળ ચટાવી, ત્યારબાદ રોહિત શર્મા અને શિખર ધવને તેમની ક્લાસ લીધી હતી. ભારતની બેટિંગ દરમિયાન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ જીતવા માટે 111 રનના લક્ષ્યાં
રોહિત શર્માએ વન ડેમાં બનાવ્યો 250 સિક્સર ફટકારવાનો રેકોર્ડ  નંબર વન પર છે આ બેટ્સમેન
ટીમ ઈન્ડિયાએ પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટ હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી થે, આ મેચમાં પહેલા ભારતીય બોલરોએ ઈંગ્લિશ બેટ્સમેનોને ધૂળ ચટાવી, ત્યારબાદ રોહિત શર્મા અને શિખર ધવને તેમની ક્લાસ લીધી હતી. ભારતની બેટિંગ દરમિયાન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ જીતવા માટે 111 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. આ મેચમાં રોહિત શર્મા તેના જુના અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે 58 બોલમાં 76 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ટીમને 10 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિતે પોતાની શાનદાર ઇનિંગ દરમિયાન 7 ચોક્કા અને 5 છક્કા ફટકાર્યા હતા. હિટમેન રોહિતે 49 બોલમાં 6 ચોક્કા અને 3 છક્કાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રોહિતે ઓવલમાં તેની ઇનિંગની પાંચમી સિક્સ ફટકારી તેની સાથે જ તે ODI ક્રિકેટમાં 250 સિક્સર મારનાર વિશ્વનો ચોથો અને પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. 
ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝની પ્રથમ વન-ડેમાં ભારતનો પહેલા બોલથી જ દબદબો જોવા મળ્યો હતો. વળી મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મહત્વનું છે કે, આ મેચમાં રોહિત શર્માએ તેની વન-ડે કારકિર્દીની 250મી સિક્સ ફટકારી હતી. રોહિત શર્માએ પોતાની કારકિર્દીની 231મી મેચની 224મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. રોહિત પહેલા પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (351), વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (331), સનથ જયસૂર્યા (270) આ સ્થાને પહોંચ્યા હતા. રોહિત શર્મા પછી, વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં બીજા સ્થાને ભારતીય એમએસ ધોની (222) છે. આ યાદીમાં 195 છક્કા સાથે સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે અને સૌરવ ગાંગુલી 189 છક્કા સાથે ચોથા નંબર પર છે.
ખાસ વાત એ છે કે, રોહિત શર્માથી આગળ રહેલા તમામ ખેલાડીઓએ વન-ડે ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. અત્યારે જે ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે તેઓ રોહિત શર્માથી ઘણા પાછળ છે. સક્રિય ક્રિકેટરોમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે 184 છક્કા છે. એટલે કે, અત્યારે જે ખેલાડીઓ રમી રહ્યા છે તેમાં હવે રોહિત શર્માનું નામ ટોચ પર છે. રોહિત શર્માએ મેચ દરમિયાન પોતાના પાર્ટનર ઓપનર શિખર ધવન સાથે અણનમ 114 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે, તેથી તે આ મેચમાં સાવચેતીથી રમ્યો હતો. શિખર ધવને 54 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. ત્રણ મેચોની શ્રેણીની બીજી વનડે ગુરુવારે લોર્ડ્સમાં રમાશે.
Advertisement
Tags :
Advertisement

.