Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસના છ નેતાઓને કારાવાસની સજા, જાણો કયા કેસમાં થઇ સજા

મધ્યપ્રદેશમાં મારપીટના 10 વર્ષ જૂના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસના છ નેતાઓને શનિવારે ઈન્દોરની વિશેષ અદાલતે એક-એક વર્ષ કારાવાસની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે આરોપીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. તો સાથે જ ત્રણ આરોપીઓને નિર્દોષ છોડવામાં પણ આવ્યા છે. જો કે દિગ્વિજય સિંહ સહિતના અન્ય કોંગ્રેસી નેતાઓને સજા થતા કોંગ્રેસને વધારે એક મોટો ઝટકો લાગ્
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસના છ નેતાઓને કારાવાસની સજા  જાણો કયા કેસમાં થઇ સજા
મધ્યપ્રદેશમાં મારપીટના 10 વર્ષ જૂના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસના છ નેતાઓને શનિવારે ઈન્દોરની વિશેષ અદાલતે એક-એક વર્ષ કારાવાસની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે આરોપીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. તો સાથે જ ત્રણ આરોપીઓને નિર્દોષ છોડવામાં પણ આવ્યા છે. જો કે દિગ્વિજય સિંહ સહિતના અન્ય કોંગ્રેસી નેતાઓને સજા થતા કોંગ્રેસને વધારે એક મોટો ઝટકો લાગ્યો છે.
કેસ શું હતો?
આ કેસ વર્ષ 2011નો છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના આગમન પર તેમને કાળા ઝંડા બતાવી રહેલા BJYMના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે દિગ્વિજય સિંહ, પ્રેમચંદ ગુડ્ડુ, જયસિંહ દરબાર, મુકેશ ભાટી, અસલમ લાલા, મહેશ પરમાર, અનંત નારાયણ મીણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉજ્જૈનના બીજેવાયએમ નેતા જયંત રાવે જીવાજીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. 
એબીવીપીના પદાધિકારી અમય આપ્ટેએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં દિગ્વિજય સિંહ શનિવારે ઈન્દોર પહોંચ્યા અને જિલ્લા કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં જજ મુકેશ નાથે આ કેસમાં સજા સંભળાવી છે. જેના થોડા સમય બાદ જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા. દિગ્વિજય સિંહ અને અન્ય નેતાને પણ 25,000 રૂપિયાની જામીન પર છોડવામાં આવ્યા છે.
Advertisement

દિગ્વિજય સિંહે કહ્યું?
સજા મળ્યા બાદ દિગ્વિજયે ટ્વીટમાં લખ્યું કે 11 વર્ષ જૂના આ કેસમાં મારું નામ FIRમાં પણ નહોતું. જેને રાજકીય દબાણમાં પાછળથી ઉમેરવામાં આવ્યું અને મને સજા કરવામાં આવી. હું અહિંસાવાદી વ્યક્તિ છું. મેં હંમેશા હિંસક પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો છે. એડીજે કોર્ટનો આદેશ છે. હાઈકોર્ટમાં અપીલ કરીશ. હું ભાજપ સંઘથી ડર્યો નથી અને ક્યારેય ડરીશ પણ નહીં. ભલે ગમે તેટલા ખોટા કેસ કરે અને ગમે તેટલી સજા થાય.
Tags :
Advertisement

.