Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RJD નેતાની તેમના જ ખેતરમાં ગોળી ધરબી દઈને કરાઈ હત્યા

બિહારના સાસારામ જિલ્લામાં રવિવારે RJD નેતા વિજેન્દ્ર યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે RJD નેતા લાલૂ યાદવ અને તેજસ્વી યાદવના (Tejashwi Yadav) નજીકના નેતા હતા. તેઓ હાલ પેક્સ (પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી)ના હતા. કરગહર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બાઈક સવાર શખ્સોએ આવી તેમને ગોળી મારી દીધી હતી. જુની અદાવતે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્àª
12:56 PM Sep 04, 2022 IST | Vipul Pandya
બિહારના સાસારામ જિલ્લામાં રવિવારે RJD નેતા વિજેન્દ્ર યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે RJD નેતા લાલૂ યાદવ અને તેજસ્વી યાદવના (Tejashwi Yadav) નજીકના નેતા હતા. તેઓ હાલ પેક્સ (પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી)ના હતા. કરગહર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બાઈક સવાર શખ્સોએ આવી તેમને ગોળી મારી દીધી હતી. જુની અદાવતે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
ખબર-અંતર પુછ્યા બાદ ગોળી મારી
છેલ્લા ત્રણ દાયકાથી લાલૂ યાદવ (Lalu Yadav) અને RJD સાથે જોડાયેલા વિજેન્દ્ર સિંહ (Vijendra Singh) આજે સવારે જ્યારે તેમના ખેતરના પાકમાં ખાતરનો છંટકાવ કરવા મજુરો સાથે ગયા હતા ત્યારે બાઈક સવાર બે શખ્સો આવ્યા અને તેમના ખબર-અંતર પુછ્યા, થોડી વાતોચીતો કરવાના બહાને તેમને ખેતરની બહાર રસ્તે બોલાવ્યા અને થોડી વાતચીત કર્યાં પછી પાછળથી ગરદન અને માથામાં ગોળી ધરબી દીધી. જેથી વિજેન્દ્ર યાદવની ધટના સ્થળે જ મોત થયું.
ખેતરમાં કામ કરી રહેલા મજુરોએ જ્યારે ગોળીનો અવાજ સાંભળ્યો તો તેઓ દોડીને તે તરફ ગયા ત્યાં સુધીમાં અપરાધીઓ હથિયારો સાથે નાસી છુટ્યા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા તથા કરગહર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.
આ દરમિયાન સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ જોવા મળ્યો. પોલીસ અને સ્થાનિકો વચ્ચેના ઘર્ષણમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં જેમાંથી એકને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે ઘટના સ્થળે પોલીસ સિવાય સાસારામ સદરના DSP સંતોષ કુમાર રાય મસમોટા પોલીસ કાફલા સાથે પહોંચ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
અગાઉ પણ થયેલું છે ફાયરિંગ
વિજેન્દ્ર યાદવ (Vijendra Yadav) પર બે વર્ષ પહેલા પણ ફાયરિંગ થયું હતું. તે દરમિયાન તેઓ માંડ-માંડ બચ્યા હતા પરંતુ આ વખતે અપરાધિઓને સફળતા મળી. હત્યાની પાછળ જુની અદાવત હોવાની શક્તા નકારી શકાય નહી. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ઘટના બાદ લોકોનું પ્રદર્શન જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
Tags :
BiharCrimeGujaratFirstpoliceRJDLeaderSasaramShotDeadVijendraYadav
Next Article