Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શીત ઋતુમાં કફજન્ય રોગો વધે છે, જાણો કઇ રીતે કરશો શરીરની રક્ષા ?

ઉષ્ણ શીત ગુણના સમત્વથી સતત ચાલતું આ જગત જ્યારે તેનું સમત્વ ગુમાવે છે ત્યારે માનવ શરીરને હાનિકારક નીવડે છે  વધુ ગરમી જેમ રોગકારક છે તેમ વધુ ઠંડી પણ રોગકારક છે દિવાળીના દિવસો પૂરા થતાં જ હેમંત ઋતુના પ્રારંભથી ઠંડીનો પ્રારંભ થવા માંડે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતા કારતક માગશર મહિના બાદ પોષ મહા માસની ઋતુમાં ચરમશીમાએ પહોંચે છે અને ત્યારે ઠંડીને કારણે ઉદભવતા વાયુ અને કફના રોગો પ
શીત ઋતુમાં કફજન્ય રોગો વધે છે  જાણો કઇ રીતે કરશો શરીરની રક્ષા
ઉષ્ણ શીત ગુણના સમત્વથી સતત ચાલતું આ જગત જ્યારે તેનું સમત્વ ગુમાવે છે ત્યારે માનવ શરીરને હાનિકારક નીવડે છે  વધુ ગરમી જેમ રોગકારક છે તેમ વધુ ઠંડી પણ રોગકારક છે દિવાળીના દિવસો પૂરા થતાં જ હેમંત ઋતુના પ્રારંભથી ઠંડીનો પ્રારંભ થવા માંડે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતા કારતક માગશર મહિના બાદ પોષ મહા માસની ઋતુમાં ચરમશીમાએ પહોંચે છે અને ત્યારે ઠંડીને કારણે ઉદભવતા વાયુ અને કફના રોગો પણ વધે છે. 
શિયાળામાં સૂર્ય શક્તિ પિત્ત નિર્બળ બનવાથી તેનાથી વિપરીત ચંદ્રશક્તિ કફ વાયુ બળવાન બને છે જે તંદુરસ્ત માણસને વધુ તંદુરસ્ત બનાવે છે ગરમ પ્રદેશ અને પિત પ્રકૃતિના પિત્તજન્ય રોગો માટે હિતાવહ બને છે જ્યારે ઠંડો પ્રદેશ વાયુ પ્રકૃતિ કફ પ્રકૃતિ અને કફજન્ય વાયુ જન્ય અને કફ વાયુજન્ય રોગો માટે અહીતકર બને છે.
આયુર્વેદાચાર્ય પ્રવિણસિંહ વાઘેલા જણાવે છે કે
શ્વાસ શરદી ,ઉધરસ, વાત જવર, કફ જવર ,વાત કફ, જવર ફ્લુ, સ્વાદ બેસી જવો, સ્વર ભેદ, કાકડા કાન માંથી પરુ આવવું માથાનો દુખાવો કાનમાં દુખાવો ,દાઢ દુખવી, ગળામાં દુખાવો, બોચી પકડાઈ જવી પડખામાં દુખવું, છાતીમાં દુખવું, કેડ રહી જવી, સાંધા દુખવા, સાંધા પર સોજો આવો, આમ વાત રાંજણ વાઢીયા ખંજવાળ આવી ખરજવું, દાદર, ઝાડામાં ચીકાશ આવવી, કૃમિ અધિક નિંદ્રા વગેરે રોગો થાય છે કે વધે છે. તેથી આ ઠંડી ઋતુમાં તેનો પ્રતિકાર કરવા અથવા તે રોગને કાબુમાં આવવામાં લેવા આ આ પ્રમાણે ઉપાય કરવા જોઈએ.
• સૂર્ય દ્વારા ઓછા મળતા અગ્નિ તત્વની પુરવણી અગ્નિ દ્વારા કરી શકાતી હોવાથી શિયાળામાં શેક કરવો તે ખૂબ જ હિતાવહ છે હીટર સગડી ગેસ તાપણું રબરની થેલીમાં પાણી ભરીને કે મોટા ગરમ કરીને શેક કરી શકાય સાદા માદા સૌવ તે કરી શકે તેથી સમત્વ આવે છે.
• ઉષ્ણ જલ સ્નાન કરવાથી પણ ગરમી મેળવી શકાય છે. માફક ન હોય તેણે સ્નાનમાં ઠંડા પાણીનો આગ્રહ છોડી ગરમ પાણીથી નાહવું જોઈએ તેમ આયુર્વેદનો આદેશ છે માથા પર વૃષણ પર અને આંખો પર ગરમ પાણી વધુ પ્રમાણમાં ન જ પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
• માલિશ કરવાથી ક્રિયા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે સરસવ તેલ કે તલનું તેલનું અભ્યંગ બહુ હિતાવહ છે સમય સગવડ હોય તો તેને કુણા તડકે બેસીને રોજ માલિશ આખા શરીરને કરવી તેના નિષ્ણાંત પાસે કરાવી વ્યાયામ કરવાથી પણ ઉષ્ણતા ઉત્પન્ન થાય છે કુણા તડકામાં વ્યાયામ કરવાથી બંને લાભ મળે છે ઠંડા હવામાનમાં ખુલ્લા શરીરે ખુલ્લામાં કસરત ન કરવી.
• વસ્ત્ર પરિધાનમાં ગરમ વસ્ત્રો પહેરવાથી અને માથું ગરમ વસ્ત્ર વડે ઢાંકી રાખવાથી ઠંડી સામે ઘણો પ્રતિકાર પ્રાપ્ત થાય છે
• પ્રાવરણ એટલે પાગરણ પણ પૂરતા પ્રમાણમાં અને ગરમ હોય તો રાત્રિની ઠંડીમાં રક્ષણ મળે છે શિયાળામાં બંધ ઓરડામાં કે કે નિર્વાસ સ્થાનમાં સૂવું જોઈએ તેથી ઠંડો પવન માથું તેમજ શરીરે સ્પર્શથી શરદી વગેરેનું કારણ ન બને.
• ગરમ આહાર શિયાળામાં ખૂબ જરૂરી ગણાય ગુણવારા દ્રવ્યો શિયાળામાં હિતાવહ છે બાજરી, અડદ, તલ ,દહીં ,લસણ, મરી, આદુ ,લીંડીપીપર, રાઈ ,હિંગ, મેથી, અજમો, ફુદીનો, તલ, તેલ, ગરમ મસાલા, હળદર વગેરે ગરમ હોવાથી વિવેક પૂર્વક તેનું સેવન કરવું સરગવો રીંગણ મેથીની ભાજી વગેરેનું વધુ સેવન કરી શકાય તેનાથી વિપરીત ઠંડા આહાર દ્રવ્યોનો ત્યારે ત્યાગ કરવો જેમ કે આઈસ્ક્રીમ ફ્રીજનું પાણી કેળા ઠંડા પીણા વગેરે.
• ગરમ ઔષધો રોગપ્રતિકારક શક્તિ આપે છે અને કફ વાયુના ઠંડા રોગને મટાડે છે તેથી શિયાળામાં અશ્વગંધા ,સુવર્ણ વસંત માલતી, ત્રીકટું અજમોદાદી ચૂર્ણ ,શુદ્ધ ગુગર, તુલસી, આદુ ,લસણ ,મરી ,અજમો, અડદ પાક,  મેથીપાક,  સાલમપાક વગેરે પણ લઈ શકાય. દ્રાક્ષાસવ,  અશ્વગંધારી, બલારીસ્ટ,  સિતોપલાદી દશમુલારીસ્ટ વગેરે પણ સાજા-માદા લઈ શકે છે..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.