ખેડા જીલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું, હવે જીલ્લાની નવી ટીમ થશે તૈયાર
ભાજપમાં વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનની પુન:રચના કરવામાં આવી રહી છે. અગાઉ પાંચ જીલ્લા પ્રમુખોના રાજીનામા અને નવ નિયુક્તિ બાદ હવે વડોદરા અને ખેડા જીલ્લામાં ધરખમ ફેરફરા કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, વડોદરા અને ખેડા જીલ્લાના ભાજપના પ્રમુખોઓ તેમના વ્યક્તિગત કારણોસર રાજીનામા આપી દીધા છે. હવે તેમના સ્થાને ભાજપ દ્વારા જીલ્લામાં આખું નવુ સંગઠન રચવાની તૈયારીઓ શરૂ કરી દેવામા
08:04 AM Feb 21, 2023 IST
|
Vipul Pandya
ભાજપમાં વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનની પુન:રચના કરવામાં આવી રહી છે. અગાઉ પાંચ જીલ્લા પ્રમુખોના રાજીનામા અને નવ નિયુક્તિ બાદ હવે વડોદરા અને ખેડા જીલ્લામાં ધરખમ ફેરફરા કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, વડોદરા અને ખેડા જીલ્લાના ભાજપના પ્રમુખોઓ તેમના વ્યક્તિગત કારણોસર રાજીનામા આપી દીધા છે. હવે તેમના સ્થાને ભાજપ દ્વારા જીલ્લામાં આખું નવુ સંગઠન રચવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, ખેડા જીલ્લામાં ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. વળી બીજી તરફ વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલીએ પણ રાજીનામું આપી દીધું છે. વડોદરા અને ખેડા જીલ્લાનું સંગઠન ખુદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિખેર્યું છે. વળી એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આ બંને જીલ્લાઓને આજે સાંજ સુધીમાં નવા પ્રમુખ મળી જશે. મહત્વનું છે કે, ખેડા જીલ્લાના પ્રમુખ હાલની જ ખેડા ડેરીની ચૂંટણીમાં ચેરમેન બનતા પાર્ટીના નિયમ એક વ્યકતી એક હોદા મુજબ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આ સિવાય તેઓ ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને આણંદ રીઝનલ કો-ઓપરેટીવ સીડ્સ ગ્રોસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન છે. આ ઉપરાંત તેઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર છે. વળી કૃષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ રિપ્રેઝન્ટેટિવ ઓફ જનરલ બોડીમાં પણ તેઓ સભ્ય છે.
ભાજપમાં મોટાભાગના જીલ્લા પ્રમુખો 2020માં નિયુક્ત થયા હતા તેથી હવે તેમની ટર્મ પણ પુરી થઈ રહી છે તેની જીલ્લા અને બાદમાં મહાનગરોના પ્રમુખો બદલાશે અને તે બાદ સંગઠનમાં ટોચના સ્તરે પણ ફેરફાર કરવામાં આવશે. બીજી તરફ જો ખેડા જીલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલની વાત કરીએ તો તેમણે અમુલ ડેરીના ચેરમેન પદે ચૂંટાયા ત્યારે જ તેમણે એક ઈશારો આપી દીધો હતો કે તેઓ જે પક્ષ દ્વારા કહેવામાં આવશે તે જ પદ છોડીશ અને જે કહેવામાં આવશે તે પદ નિભાવીશ. ખેડા જીલ્લામાં વિપુલભાઈ પટેલે પ્રમુખ પદની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી હતી. તેમણે આ પદ સંભાળ્યું ત્યારે તેમણે વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેટલું જ નહીં આ ઉપરાત સહકારી સંસ્થાઓની ચૂંટણી અથવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા અહીં ભગવો લગેરાયો હતો. હવે આવનારા નવા પ્રમુખ માટે વિપુલભાઈ પટેલની આ જીતની પરંપરા જાળવી રાખવી એક પડકાર બરાબર રહશે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની એન્યુઅલ મીટિંગનો પ્રારંભ, CM ભૂપેન્દ્રભાઇ પટેલે આપી હાજરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article