Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વીજબીલ વધુ આવતા રહીશોનો હોબાળો

મોંઘવારી વચ્ચે શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની રહી છે ત્યારે આવા સમયે પણ સ્લમ વિસ્તારના વીજ કંપનીના બિલો ૫થી ૭ હજાર સુધીના થમાવી દેવામાં આવતા સ્લમ વિસ્તારના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. શ્રમજીવી પરિવારોએ આક્ષેપ કર્યા હતા કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ કે લાઈટ બિલ ભરીએ જીઈબીની લાપરવાહીના કારણે લોકોમાં ચિંતાનું મોજ ફરી વળ્યું છે.ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર પમાં આવેલ àª
ઝૂંપડપટ્ટી  વિસ્તારમાં વીજબીલ વધુ આવતા રહીશોનો હોબાળો
મોંઘવારી વચ્ચે શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની રહી છે ત્યારે આવા સમયે પણ સ્લમ વિસ્તારના વીજ કંપનીના બિલો ૫થી ૭ હજાર સુધીના થમાવી દેવામાં આવતા સ્લમ વિસ્તારના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. શ્રમજીવી પરિવારોએ આક્ષેપ કર્યા હતા કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ કે લાઈટ બિલ ભરીએ જીઈબીની લાપરવાહીના કારણે લોકોમાં ચિંતાનું મોજ ફરી વળ્યું છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર પમાં આવેલ કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો વીજ કનેક્શન ધરાવે છે. પરંતુ તાજેતરમાં વીજ કંપની દ્વારા આપવામાં આવેલા બિલોમાં ત્રણથી ચાર ગણી રકમો વધુ આવતા સ્લમ વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અત્યંત ગરીબ હોવા છતાં તેઓના વિજ મીટરના જે બિલ આવ્યા છે તે સામાન્ય પરિવાર માટે ચિંતાજનક બની ગયા છે.
 ૧૫૦૦થી ૨૦૦૦નું બિલ આવતું હતું તે આજે સીધુ ૫૦૦૦ થી ૭૦૦૦ સુધીના બિલ આવતા સ્લમ વિસ્તારના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા .જીઈબીમાં આ બાબતે રજૂઆત કરતા તેઓને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને મીટર ચેકિંગ માટે અથવા તો નવા મીટર માટે ₹૧૨૦ની ચુકવણી કરો પછી કાર્યવાહી થશે તેઓ અધિકારીઓ તરફથી જવાબ મળતો હોવાના કારણે સ્લમ વિસ્તારના લોકોએ મીડિયાના શરણે આવી ન્યાયની આશાઓ વ્યક્ત કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.