રિઝર્વ ફોર્સના જવાને બે સાથીને ધરબી ગોળીઓ, આરોપી સકંજામાં
પોરબંદર સહિત રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો માહૌલ બરાબર જામ્યો છે ત્યારે પોરબંદરમાં ચૂંટણીકાળ લોહિયાળ બન્યો છે. પોરબંદરની ભાગોળે આવેલા ગોસા (ટુકડા) ખાતેના સાઈક્લોન સેન્ટરમાં ગઈકાલે સાંજે ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાને અચાનક જ પોતાના સાથી જવાનો પર પોતાની એકે-47 રાઈફલમાંથી ધાણીફૂટ ગોળીબાર કરતાં બે જવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે જવાનોને ઈજાઓ થતાં સારવાર માટે પોરબàª
પોરબંદર સહિત રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો માહૌલ બરાબર જામ્યો છે ત્યારે પોરબંદરમાં ચૂંટણીકાળ લોહિયાળ બન્યો છે. પોરબંદરની ભાગોળે આવેલા ગોસા (ટુકડા) ખાતેના સાઈક્લોન સેન્ટરમાં ગઈકાલે સાંજે ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાને અચાનક જ પોતાના સાથી જવાનો પર પોતાની એકે-47 રાઈફલમાંથી ધાણીફૂટ ગોળીબાર કરતાં બે જવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે જવાનોને ઈજાઓ થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને લઇને ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ રવિવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી.
પોરબંદર જિલ્લામાં ચૂંટણી બંદોબસ્ત માટે CISF, પેરા મિલિટ્રી ફોર્સ અને રિઝર્વ બટાલિયનના જવાનોને બોલાવવામાં આવ્યા છે. તે પૈકી ઈન્ડિયન રિઝર્વ ફોર્સની બે બટાલિયનને પોરબંદરમાં ટુકડા ગોસા સાઈક્લોન સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મણીપુરની બે બટાલિયનના 160થી વધુ જવાનો ગઈકાલે આવ્યા હતા અને હજુ સુધી તેમને કોઈ ડ્યૂટી પણ સોંપવામાં આવી ન હતી.
દરમિયાનમાં ગઈકાલે સાંજે છ-સાત વાગ્યા આસપાસ IRBની થર્ડ અને ફોર્થ બટાલિયનના જવાનો પોતાના કામકાજમાં મશગૂલ હતા અને મજાક-મસ્તીનો દૌર ચાલી રહ્યો હતો. આ મજાક-મસ્તીનો દોર ક્યારે ગંભીર બની ગયો તેની કોઈને ખબર જ ન રહી. જવાનો વચ્ચેની આ મજાકથી થર્ડ બટાલિયનનો જવાન એસ. ઈનાઉચાસિંઘ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે રહેલી એકે-47 રાઈફલમાંથી પોતાના સાથી જવાનો પર ધાણીફૂટ ગોળીબાર શરુ કરી દીધો હતો.
ગઇ કાલે સાંજના સમયે થયેલ ગોળીબારમાં થર્ડ બટાલિયનના જવાન થોઈબાસિઘ (ઉં.વ.38) અને જીતેન્દ્રસીઘ ખુમાન થેમ (ઉં.વ.50)ના મોત નિપજ્યા હતા, જ્યારે રોહિકાના એક કોન્સ્ટેબલ (ફોર્થ IRB) તથા ચોરાજીત (રાયફલમેન, થર્ડ IRB)ને ગંભીર ઈજાઓ થતાં પોરબંદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરના દવાખાને ખસેડવામાં આવ્યા છે.
પોરબંદરમાં ચૂંટણીકાળ સમયે જ બનેલી આ ઘટનાના પગલે પોલીસે આ હત્યાકાંડ સર્જનાર IRBના જવાન ઈનાઉયાસઘની ધરપકડ કરી તેની સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. બનાવની તપાસ નવી બંદર પોલીસ ચલાવી રહી છે. પોરબંદર એસપી ડો. સૈનીના જણાવ્યા મુજબ આરોપી ઈનાઉયાસઘે પોતાની એકે-47 રાઈફલમાંથી 10 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જે કબ્જે લેવામાં આવી છે અને આ અંગે બટાલિયનના કમાન્ડન્ટને પણ જાણ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement