Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

90 કલાક સુધી બોરવેલમાં ફસાયેલા છત્તીસગઢના રાહુલને બચાવવા માટે જહેમત

 11 વર્ષીય રાહુલ સાહુ છેલ્લા ચાર દિવસથી બોરવેલમાં ફસાયેલો છે. સરકારથી લઈને પ્રશાસન સુધી દરેક તેની મુક્તિ માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો કે 90 કલાક બાદ પણ બચાવ કામગીરી ચાલુ છે. 60 ફૂટની ઊંડાઈમાં ફસાયેલા રાહુલને બચાવવા માટે વહીવટી સ્ટાફ કામ કરી રહ્યો છે. માલખારોડા બ્લોકના પિહરીદ ગામમાં 11 વર્ષનો રાહુલ સાહુ 60 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગયો છે. આ પહેલાં આજથી લગભગ 16 વર્ષ પહેલા ચાર વર્ષનો બાળક પ્રàª
10:36 AM Jun 14, 2022 IST | Vipul Pandya
 11 વર્ષીય રાહુલ સાહુ છેલ્લા ચાર દિવસથી બોરવેલમાં ફસાયેલો છે. સરકારથી લઈને પ્રશાસન સુધી દરેક તેની મુક્તિ માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો કે 90 કલાક બાદ પણ બચાવ કામગીરી ચાલુ છે. 60 ફૂટની ઊંડાઈમાં ફસાયેલા રાહુલને બચાવવા માટે વહીવટી સ્ટાફ કામ કરી રહ્યો છે. માલખારોડા બ્લોકના પિહરીદ ગામમાં 11 વર્ષનો રાહુલ સાહુ 60 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગયો છે. આ પહેલાં આજથી લગભગ 16 વર્ષ પહેલા ચાર વર્ષનો બાળક પ્રિન્સ બોરવેલમાં ફસાઈ ગયો હતો. હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતો પ્રિન્સ તેના મિત્રો સાથે રમતા બોરવેલમાં પડી ગયો હતો. આ સમાચાર સામે આવતા જ દેશભરના લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. તેની અસર પણ થઈ અને લગભગ 50 કલાક બાદ પ્રિન્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. હવે આવો જ એક કિસ્સો છત્તીસગઢમાં સામે આવ્યો છે. 60 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા રાહુલ સાહુ માટે બચાવ કામગીરી ચાલુ છે અને વહીવટીતંત્ર કહે છે કે તેઓ બાળકને બચાવી શકશે.
આ પહેલાં પોલીસ અધિક્ષક (SP)જાંજગીર, વિજય અગ્રવાલે માહિતી આપી હતી કે, બચાવ કામગીરી ખૂબ જ જટિલ છે. આ હવે અમારા માટે એક મિશન બની ગયું છે, લગભગ 150 અધિકારીઓ અહીં તૈનાત છે,

અત્યાર સુધીમાં સમગ્ર ઓપરેશનની કામગીરી 
રાહુલ સાહુનું આ બચાવ અભિયાન જાંજગીર-ચંપા જિલ્લાના માલખારોડા બ્લોકમાં ચાલી રહ્યું છે. પીહરીડ ગામમાં રહેતા લાલારામ સાહુનો 11 વર્ષીય પુત્ર રાહુલ શુક્રવારે દિવસના ચાર વાગ્યાના સુમારે ઘરની આસપાસ રમી રહ્યો હતો. દરમિયાન, તે નજીકમાં ખોદેલા બોરવેલ પાસે પહોંચ્યો અને અચાનક તેમાં પડી ગયો. પરિવારજનોને આ વાતની જાણ થતાં જ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. તરત જ રાહુલને સુરક્ષિત બહાર કાઢવાની કાર્યવાહી શરૂ થઈ.


બોરવેલની સમાંતર ખાડો ખોડાયો રાહુલની હિલચાલ જોવા માટે CCTV
પહેલા બોરવેલની સમાંતર ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામમાં જેસીબી અને પોકલેન મશીન મુકવામાં આવ્યા હતા. બીજી તરફ રાહુલની દરેક હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ સિવાય રાહુલને ખાદ્યપદાર્થો પણ મોકલવામાં આવ્યા હતા. જે બાદ બનાવેલા ખાડામાંથી રાહુલ સુધી પહોંચવા માટે સુરંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હાલમાં આ રેસ્ક્યુમાં વચ્ચે એક મોટી શિલા આવી ગઇ છે.

રાહુલ સભાન છે, તેની ગતિવિધિઓ પર સતત મોનિટરિંગ કરાય છે.
બચાવમાં કામગીરી માર્ગમાં હાલમાં એક પથ્થરની શિલા આવી ગઇ છે. હાલમાં તેનું કામ ચાલી રહ્યું છે. સાથે જ કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. આ ખડક મળ્યા બાદ પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી. ડ્રીલ મશીનની મદદથી મોટા હોલ ડ્રિલ કરીને કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમનો દાવો છે કે અમે આગામી કેટલાક કલાકોમાં રાહુલને બચાવી લઈશું. સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે, નિર્દોષ રાહુલ સભાન છે અને તેની હરકતો દેખાઈ રહી છે. NDRF,આર્મી, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સહિત 500થી વધુ કર્મચારીઓ શુક્રવાર સાંજથી ચાલી રહેલા મોટા બચાવ અભિયાનમાં સામેલ છે.

બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા
હેન્ડ ડ્રિલિંગનું કામ હવે પૂરું થયું છે, અન્ય સાધનો પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. કોમ્પ્રેસર બહાર કાઢવામાં આવી રહ્યું છે. બીજી તરફ બોરવેલમાં ફસાયેલા રાહુલને સોમવારે કેળા અને ઓઆરએસનું સોલ્યુશન આપવામાં આવ્યું હતું. માતા-પિતાના મતે બાળક માનસિક રીતે સ્વસ્થ નથી અને બરાબર વાત પણ કરી શકતું નથી. તે અમારા આદેશોનો યોગ્ય રીતે જવાબ આપી રહ્યો નથી. અમે તેને દોરડા વડે ઘણા સમય પહેલા જ બહાર કાઢ્યો હોત, પણ તેણે તેણે તે પકડ્યો ન હતો. તે જ સમયે, અધિકારીઓએ કહ્યું કે બચાવ પછી તેને બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળ પર તમામ સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની પરિસ્થિતિ પર સતત નજર
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, એમ જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું. "80 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં અમે રાહુલને બચાવી શકીશું. તેની તબિયત હવે સારી છે. સીએમ ભૂપેશ બઘેલ સતત વિડિયો કોલ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે," કલેક્ટર જંજગીર, જીતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું. બચાવ કામગીરી માટે લગભગ 150 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ રાહુલના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી
અગાઉ રવિવારે મુખ્યમંત્રી બઘેલે કલેક્ટરને રાહુલની તબિયત વિશે પૂછ્યું હતું. સત્તાવાર નિવેદન મુજબ મુખ્યમંત્રીએ રાહુલના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી અને તેમને સાંત્વના આપી. તેમણે રાહુલના પરિવારને વિશ્વાસ, ધૈર્ય અને પ્રાર્થના કરવાં કહ્યું, કારણ કે વહીવટીતંત્ર રાહુલને સુરક્ષિત અને સ્વસ્થ ઘરે પરત લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. મુખ્યમંત્રીએ રાહુલના કાકા બજરંગ સાહુની હાજરીમાં રાહુલના દાદી શ્યામબાઈ સાહુ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રશાસન રાહુલને બચાવવા માટે રોબોટ્સ અને અન્ય સંસાધનોથી સજ્જ છે. મુખ્યમંત્રીએ રોબોટ ઓપરેટર મહેશ આહિર અને રાહુલના પિતા સાથે પણ વાત કરી હતી.

 રોબર્ટ ઓપરેટર મહેશ આહિર, અમરેલી ગુજરાતથી આવ્યાં
મુખ્યમંત્રીએ વિડીયો કોલ દ્વારા બોરવેલ ખાતે ચાલી રહેલા ખોદકામની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. રોબોટ ઓપરેટર મહેશ આહિર કે જેઓ અમરેલી ગુજરાતથી આવ્યાં છે, તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કામગીરીની વિશે અપડેટ કર્યું હતું. તેમણે મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે તેમણે આવા ઘણા ડેમો કર્યા છે. આ સાથે જ ઘણાં સફળ બચાવ કામગીરી કરી છે. બઘેલે વીડિયો કોલ દ્વારા રોબોટ અને તેની કામગીરીની પ્રક્રિયાનું પણ નિરીક્ષણ કર્યું હતું.
Tags :
chattisgathChhattisgarhGujaratFirstjanjgirchildrahultrappedin80feetborewelllongerstrescueoprationinchattisgathrahulinborwellRescueOperationrescueopretionsaverahulteamodisha
Next Article