Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચમાં પાઇપ લાઇનની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધસી પડી, બે વ્યક્તિઓને રેસક્યુ કરાયાં

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ નજીક જી.યુ.ડી.સી પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન 10 ફૂટ ઊંડી ખોડેલી લાઈનમાં કામ કરી રહેલા કામદારો ઉપર માટીની મોટી ભેખડ ધસી પડતા બે કામદારો ગંભીર દબાઈ ગયાં હતાં, જોકે તંત્ર દ્વારા સમયસૂચકતા વાપરીને તેઓને હેમખેમ રેસ્કયુ કરી બહાર કાઢી બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ નજીàª
ભરૂચમાં પાઇપ લાઇનની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધસી પડી  બે વ્યક્તિઓને રેસક્યુ કરાયાં
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ નજીક જી.યુ.ડી.સી પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન 10 ફૂટ ઊંડી ખોડેલી લાઈનમાં કામ કરી રહેલા કામદારો ઉપર માટીની મોટી ભેખડ ધસી પડતા બે કામદારો ગંભીર દબાઈ ગયાં હતાં, જોકે તંત્ર દ્વારા સમયસૂચકતા વાપરીને તેઓને હેમખેમ રેસ્કયુ કરી બહાર કાઢી બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ નજીક જી.યુ.ડી.સીની પાઇપ લાઇનની કામગીરી ચાલી રહી છે સવારના સમયે પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને પાઈપ લાઈન નાખવા માટે 10 ફૂટ સુધી ખોદકામ કરી  નીકળેલી માટી સાઇડ ઉપર એકત્ર કરવામાં આવી હતી, તે દરમિયાન એકસ્માતે 10ફૂટ ઊંડું ખોદકામ દરમિયાન ઉપર રહેલી માટીની મોટી ભેંખડનો જથ્થો અચાનક ધસી પડતા ગટરના ખોદકામના સ્થળે કામ કરી રહેલા કામદારો પૈકી બે કામદારો સુરેશભાઈ વસાવા,પવનભાઈ વસાવા દબાઈ ગયા હતા આ દ્રશ્ય જોઇ અન્ય કામદારોએ બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને માટી હટાવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ અંદર દબાઈ રહેલા કામદારો ગભરામણ અનુભવી રહ્યાં હતાં.
સ્થાનિકોએ પણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતાં ફાયરની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને માટી નીચે દબાયેલા બે કામદારોને હેમખેમ બહાર કાઢવાના પ્રયાસો કરતાં બેભાન અવસ્થામાં બંને કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં એકને ભરૂચ સિવિલ હોસ્પીટલ અને બીજાને પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે જી.યુ.ડી.સી દ્વારા ચાલી રહેલી કામગીરીમાં કામદારોની સેફ્ટી અંગે પણ સવાલો ઉભા થયા છે કેટલાય કામદારો સેફ્ટી સાથે કામ ન કરી રહ્યા હોવાના દૃશ્યો પણ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે આજે ઘટેલી ઘટના બાદ જીયુડીસી વિભાગના અધિકારીઓ સેફ્ટીના સાધનો કામદારો માટે ઉપલબ્ધ કરાવે તે જરૂરી છે
ભરૂચ જીયુડીસીની કામગીરી દરમિયાન માટીની ભેખડ નીચે દબાઈ ગયેલા બે કામદારોને હેમખેમ બહાર કાઢવા માટે ફાયર ફાઈટર કામે લાગ્યા હતાં અને આજુબાજુના લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા ત્યારે કામદારોના સેફટી અંગે પણ સવાલો ઉભા થયા છે ઘટના અંગેની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો આટલી ઊંડી ખોદવામાં આવેલી ગટરમાં સ્થાનિકોના બાળકો ધસી પડે અને જીવ ગુમાવે તો તે માટે જવાબદાર કોણ તેવાં સવાલો પણ લોકોમાં ચર્ચાઇ રહ્યાં છે. ત્યારે જીયુડીસી દ્વારા જે સ્થળે કામગીરી ચાલતી હોય ત્યાં સાવચેતીના બોર્ડ લગાવી તે પણ જરૂરી છે
Advertisement
Tags :
Advertisement

.