Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો સુરતથી આસામ જશે, સ્પાઇસ જેટનું ચાર્ટર પ્લેન સુરત પહોંચ્યુ

આજે સવારથી જ મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ડ્રામા શરુ થયો છે. જેનું સંચાલન સુરતથી થઇ રહ્યું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારના મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સોમવારે રાતે સુરત આવી પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ધારાસભ્યો શિવસેનાથી નારાજ છે. એવી વાત સામે આવી છે કે મહારાષ્ટ્ર સરકારના લગભગ 32 ધારાસભ્યો સુરતમાં છે. જેમાંથી મોટા
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો સુરતથી આસામ જશે  સ્પાઇસ જેટનું ચાર્ટર પ્લેન સુરત પહોંચ્યુ
આજે સવારથી જ મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ડ્રામા શરુ થયો છે. જેનું સંચાલન સુરતથી થઇ રહ્યું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારના મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સોમવારે રાતે સુરત આવી પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ધારાસભ્યો શિવસેનાથી નારાજ છે. એવી વાત સામે આવી છે કે મહારાષ્ટ્ર સરકારના લગભગ 32 ધારાસભ્યો સુરતમાં છે. જેમાંથી મોટાભાગના શિવસેનાના ધારાસભ્યો છે, તો એક બે એનસીપી અને અપક્ષના ધારાસભ્યો પણ છે.
ઉદ્ધવ સરકાર પણ આ તમામ ધારાસભ્યોને પરત લાવવા અને મનાવવાના પ્રયાસમાં લાગી છે. આ મુદ્દે ભાજપ પર ષડયંત્રના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના બે નેતાને નારાજ ધારાસભ્યોને મનાવવા પણ મોકલ્યા હતા. જો કે સામાધાન થઇ શક્યું નહોતું. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે સુરતની લા મેરેડિયન હોટેલમાં રોકાયેલા મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યોને આસામ લઇ જવાઇ રહ્યા છે.
સુરતમાં રોકાયેલા મહારાષ્ટ્રના ધારાસભ્યો પર પ્રેશર થતું હોવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ અને સુરત વચ્ચેનું અંતર વધારે ના કહી શકાય. આવી સ્થિતિમાં સુરતની હોટેલમાં રોકાયેલા ધારાસભ્યો પર સતત પ્રેશર આવી રહ્યું છે. ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના નેતાઓ પણ સુરત આવી રહ્યા છે. આ તમામ સ્થિતિ જોતા હવે મહારાષ્ટ્રના તમામ 32 જેટલા ધારાસભ્યો આસામ જઇ રહ્યા છે.
આજે રાત્રે સુરતથી ચાર્ટર પ્લેન મારફતે આ તમામ ધારાસભ્યો આસામની રાજધાની ગુવાહાટી પહોંચશે. તેમને લેવા માટે સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટનું ચાર્ટર પ્લેન પણ આવી ગયું છે. આ સિવાય સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે સુરત પોલીસ કમિશનર પણ સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. તો આ તરફ સુરતની લા મેરેડિયન હોટેલ, કે જ્યાં મહારાષ્ટ્રના ધારાસભ્યો રોકાયા છે. ત્યાંથી તેમને વોલ્વો બસની મારફત એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યા છે.
થોડા જ સમયમાં મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યો સુરતથી નિકળીને આમ પહોંચી જશે. ટૂંકમાં આ ધારસભ્યોને મહાારાષ્ટ્રથી દૂર લઇ જવાાની વાત હતી. પહેલા તેમને અમદાવાદ લઇ જવાના હતા જો કે હવે આસામ લઇ જવાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શરુ થયેલું રાજકીય સંકટ હવે એક નાટકીય સ્વરુપ લઇ રહ્યું છે. એવું લાગે છે કે આ રાજકી ડ્રામા લાંબો ચાલશે. તેનું શું પરિણામ આવશે તે તો સમય જ બતાવશે.
Advertisement
Tags :
Advertisement

.