લોનની રિકવરી માટે બેંક જબરદસ્તી નહી કરી શકે
ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાનો માટે એક નવો સર્ક્યુલર જાહેર કર્યો છે. જો તમે લોન લીધી છે તો હવે બેંક કોઈ વિપરીત પરિસ્થિતિમાં તમારી પાસેથી જબરદસ્તીથી લોનની વસુલાત (Loan Recovery) નહી કરી શકે. RBIના આ આદેશમાં બેંકોને કહેવામાં આવ્યું છે કે, બેંકો લોન લેનારા ગ્રાહકોને ધમકાવવા, હેરાન કરવા, અંગત ડેટાનો ઉપયોગની ઘટનાને અટકાવે. તેમજ લોન લેનારા ગ્રાહકોના સંબંધીઓ, મિત્ર
ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાનો માટે એક નવો સર્ક્યુલર જાહેર કર્યો છે. જો તમે લોન લીધી છે તો હવે બેંક કોઈ વિપરીત પરિસ્થિતિમાં તમારી પાસેથી જબરદસ્તીથી લોનની વસુલાત (Loan Recovery) નહી કરી શકે. RBIના આ આદેશમાં બેંકોને કહેવામાં આવ્યું છે કે, બેંકો લોન લેનારા ગ્રાહકોને ધમકાવવા, હેરાન કરવા, અંગત ડેટાનો ઉપયોગની ઘટનાને અટકાવે. તેમજ લોન લેનારા ગ્રાહકોના સંબંધીઓ, મિત્રો અને ઓળખીતાઓને પણ હેરાન કરવાની ઘટનાઓ પણ અટકાવે.
RBIનો આ સર્ક્યુલર તમામ કોમર્શિયલ બેંક, દરેક નોન બેંક ફાઈનાન્સિઅલ કંપની, એસેટ રિકન્ટ્ર્ક્શન કંપનીઝ, ઓલ ઈન્ડિયા ફાઈનાન્સિઅલ ઈન્સ્ટિટ્યૂશન્સ અને તમામ પ્રાઈમરી અર્બન કોઓપરેટિવ બેંકો પર લાગુ થશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે RBIએ પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, વાંધાજનક મેસેજ મોકલવા, સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ઘટનાઓને પણ બેંક અને અન્ય સંસ્થાન અટકાવે, હાલના મહિનામાં લોન એપ્સવાળા કિસ્સાઓમાં રિકવરી એજન્ટની મનમાની અને જબરદસ્તીના અનેક કેસો સામે આવ્યા છે. આ નવા સર્ક્યુલરમાં RBIએ તે પણ કહ્યું છે કે, નિયમ અનુસાર સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા બાદ ગ્રાહકોને રિકવરી માટે કોલ કરવામાં આવી નહી. સાથે જ RBIએ તે પણ કહ્યું કે, સંસ્થાઓ યોગ્ય રીતે રિકવરી એજન્ટ્સના નિયમોનું પાલન કરાવે ગ્રાહકોને હેરાન કરીને તેમની પાસેથી વસૂલી ના કરવી.
RBIએ સર્ક્યુલરમાં તે સલાહ આપી છે કે, બેંક કે સંસ્થાન કે તેના એજન્ટ કોઈ પણ પ્રકારની ધમકી કે હેરાનગતિનો સહારો નહી લે, કોઈ પણ વ્યક્તિની સામે તેની લોન વસૂલીના પ્રયાસોમાં મૌખિક કે શારીરિક કૃત્યોનો ઉપયોગ નહી કરે, RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, જો કસ્ટરમર તરફથી ફરિયાદ આવે છે તો અમે તેને ગંભીરતાથી લેવાના છીએ.
Advertisement