Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBIએ HDFC બેંકના ડિજિટલ લોન્ચ પરનો પ્રતિબંધ હટાવ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ HDFC બેંકના ડિજિટલ લોન્ચ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. બેંકે 12 માર્ચે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણ કરી છે. આનાથી HDFC બેંક માટે નવો બિઝનેસ પ્લાન પૂર્ણ કરવાનો માર્ગ ખુલી ગયો છે. એચડીએફસી બેંક પરનો મોરેટોરિયમ ગયા વર્ષે ઓગસ્ટમાં આંશિક રીતે હટાવવામાં આવ્યો હતો. HDFC બેંકે કહ્યું છે કે, 'RBIએ બિઝનેસ જનરેટ કરતી પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ યોજના બેંક દ્વારા àª
rbiએ hdfc બેંકના ડિજિટલ લોન્ચ પરનો પ્રતિબંધ હટાવ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ HDFC બેંકના ડિજિટલ લોન્ચ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. બેંકે 12 માર્ચે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણ કરી છે. આનાથી HDFC બેંક માટે નવો બિઝનેસ પ્લાન પૂર્ણ કરવાનો માર્ગ ખુલી ગયો છે. એચડીએફસી બેંક પરનો મોરેટોરિયમ ગયા વર્ષે ઓગસ્ટમાં આંશિક રીતે હટાવવામાં આવ્યો હતો. HDFC બેંકે કહ્યું છે કે, "RBIએ બિઝનેસ જનરેટ કરતી પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ યોજના બેંક દ્વારા ડિજિટલ 2.0 પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જોને આ અંગે જાણ કરવામાં આવી છે." સેન્ટ્રલ બેંકે ડિસેમ્બર 2020માં HDFC બેંક વિરુદ્ધ આ પગલું ભર્યું હતું. 
એચડીએફસી બેંકના ડેટા સેન્ટરમાં વારંવાર આઉટેજ બાદ આરબીઆઈએ આ પગલું ભર્યું હતું. જેને પરિણામે  HDFC બેંક માટે ડિજિટલ 2.0 પ્રોગ્રામ હેઠળ પ્રવૃત્તિઓ શરૂ કરવા પર પ્રતિબંધ હતો. RBIએ એચડીએફસી બેંકને ડેટા સેન્ટરમાં ખલેલ માટે જવાબદારી નક્કી કરવા પણ કહ્યું હતું. તેની પાછળના કારણો શોધવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં બેંક પરનો મોરેટોરિયમ આંશિક રીતે હટાવી લેવામાં આવ્યો હતો. આનાથી બેંક માટે નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનો માર્ગ ખુલ્યો.
પ્રતિબંધો આંશિક રીતે હટાવ્યા બાદ HDFC બેંકે રેકોર્ડ સંખ્યામાં ક્રેડિટ કાર્ડ જારી કરવાનો દાવો કર્યો હતો. એચડીએફસી બેંકે પ્રતિબંધોને સંપૂર્ણ રીતે હટાવવા બદલ બેંકિંગ રેગ્યુલેટરનો આભાર માન્યો છે. તેણે કહ્યું છે કે અમે અનુપાલનના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
HDFC બેંકે જણાવ્યું હતું કે, "અમે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના પ્લાન તૈયાર કરવા માટે આ સમયગાળાનો ઉપયોગ કર્યો છે. આનાથી અમને અમારા ગ્રાહકોની ડિજિટલ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. HDFC એક ખાનગી બેંક છે અને દેશની સૌથી મોટી બેંકોમાંની એક છે. છેલ્લા બે દાયકામાં તેણે જબરદસ્ત વૃદ્ધિ હાંસલ કરી છે. શુક્રવારે તેનો શેર નજીવા વધારા સાથે રૂ. 1,396 પર બંધ થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.