RBI એ જાહેર કર્યા નવા નિયમો, તમારા પૈસા પર પડશે સીધી અસર, જાણો કંઈ રીતે..
આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સ એટલે કે એનબીએફસી કંપનીઓ માટે કડક
નિયમો જારી કર્યા છે. આ નિયમો લાગુ થયા બાદ સ્પષ્ટપણે જાણી શકાશે કે NFBC કંપનીની સ્થિતિ કેવી છે. ઈન પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) નિયમોના અમલ પછી, NBFC કંપનીનું 3 અલગ-અલગ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવશે. આ નિયમ મુજબ હવે પ્રથમ પરિમાણમાં નિષ્ફળ થયા પછી રિઝર્વ બેંક NBFCsના ડિવિડન્ડ વિતરણને રોકી શકે છે.
આટલું જ નહીં RBI દ્વારા પ્રમોટર્સને પણ પૈસા મૂકવા માટે
કહી શકાય છે. જ્યારે બીજા પરિમાણમાં
નિષ્ફળ થવા પર આરબીઆઈ કંપનીને
નવી શાખાઓ ખોલવા પર પ્રતિબંધ મૂકી શકે છે અને વ્યવસાયના વિસ્તરણને પણ રોકી શકે છે.
ત્રીજા પરિમાણમાં નિષ્ફળ થયા પછી રિઝર્વ બેંક જ્યાં સુધી NBFC કંપનીની સ્થિતિ
બરાબર ન થાય ત્યાં સુધી વ્યવસાય બંધ કરી શકે છે.
નિયમો ક્યારે અમલમાં આવશે ?
તમને જણાવી દઈએ કે નવા નિયમોના અમલ પછી રિઝર્વ બેંક NBFC કંપનીને PCAની શ્રેણીમાંથી ત્યારે જ બહાર કરશે જો તેને લાગે કે કંપની બિઝનેસ
કરવા માટે યોગ્ય છે. આ નવા અને કડક નિયમો આ વર્ષે ઓક્ટોબરથી લાગુ થશે. નિષ્ણાતોનું
માનવું છે કે રિઝર્વ બેન્કના આ પગલાથી NGFC સેક્ટરની સ્થિતિમાં સુધારો થશે. નિષ્ણાતો પણ માને છે કે આ નિયમો
સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે. હકીકતમાં, છેલ્લા 3 વર્ષમાં 4 મોટી NBFC કંપનીઓમાં ઘણી ગેરરીતિઓ સામે આવી છે. આ
નિયમ લાગુ થયા બાદ આ સેક્ટરમાં સુધારો થવાની આશા છે. આરબીઆઈએ પણ આ જ અપેક્ષા સાથે
આ નિયમો જારી કર્યા છે.