Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RBIએ લોકર ધારકોને આપી મોટી રાહત, હવે તેઓ 31 ડિસેમ્બર સુધી બેંક સાથે સમાધાન કરી શકશે

કેન્દ્રીય બેંકે કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ હજુ સુધી સુધારેલા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણા કિસ્સાઓમાં, બેંકોએ હજુ સુધી ગ્રાહકોને નિર્ધારિત તારીખ (જાન્યુઆરી 1, 2023) પહેલા આવું કરવાની જરૂરિયાત વિશે જાણ કરી નથી.RBIએ બેંકો માટે લોકર ધરાવતા ગ્રાહકો સાથે સુધારેલા કરાર કરવા માટેની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. તેનું કારણ એ છે કે મોટી સંખ્યા
02:04 AM Jan 24, 2023 IST | Vipul Pandya
કેન્દ્રીય બેંકે કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ હજુ સુધી સુધારેલા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણા કિસ્સાઓમાં, બેંકોએ હજુ સુધી ગ્રાહકોને નિર્ધારિત તારીખ (જાન્યુઆરી 1, 2023) પહેલા આવું કરવાની જરૂરિયાત વિશે જાણ કરી નથી.

RBIએ બેંકો માટે લોકર ધરાવતા ગ્રાહકો સાથે સુધારેલા કરાર કરવા માટેની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. તેનું કારણ એ છે કે મોટી સંખ્યામાં લોકર ધારકો હજુ સુધી કરી શક્યા નથી. અગાઉ આ સમયમર્યાદા 1 જાન્યુઆરી, 2023 હતી. કેન્દ્રીય બેંકે કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ હજુ સુધી સુધારેલા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણા કિસ્સાઓમાં, બેંકોએ હજુ સુધી ગ્રાહકોને નિર્ધારિત તારીખ (જાન્યુઆરી 1, 2023) પહેલા આવું કરવાની જરૂરિયાત વિશે જાણ કરી નથી. RBIએ કહ્યું કે, 30 એપ્રિલ, 2023 સુધીમાં બેંકોએ દરેક લોકર ધારકને જાણ કરવી પડશે. એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે 50% ગ્રાહકો 30 જૂન, 2023 સુધીમાં અને 75% ગ્રાહકો 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં સુધારેલા કરાર પર સહી કરે.

બંધ લોકર તાત્કાલિક ચાલુ કરવા સૂચના
બેંકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમામ પગલાં લેવા પડશે જેમ કે સ્ટેમ્પ પેપરની જોગવાઈ, કરારનું ઓનલાઈન PDF, ઈ-સ્ટેમ્પિંગ અને ગ્રાહકને કરારની નકલની ડિલિવરી. આ ઉપરાંત 1 જાન્યુઆરી, 2023 સુધી જે લોકરો કરાર ન થવાને કારણે બંધ કરવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક અસરથી સક્રિય કરવામાં આવે. નવા નિયમ હેઠળ, જો કોઈ નુકસાન થાય છે, તો તેની જવાબદારી સીધી બેંકની રહેશે અને તેણે ગ્રાહકને વળતર આપવું પડશે.

આ પણ વાંચો - ખર્ચ અને વપરાશના આધારે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા રહેવાના પ્રયાસો, 5 ટ્રિલિયન ડોલરનો GDP લક્ષ્યાંક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BankBigReliefDecember31GujaratFirstLockerHoldersRBI
Next Article