Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBIએ રાજીવ રંજન અને સીતીકાંતા પટનાયકની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી

ભારતની મધ્યસ્થ બેંકે 13 મેના રોજ જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રાજીવ રંજન અને સીતીકાંતા પટનાયકને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ (ED) તરીકે 1 મે, 2022થી નિયુક્ત કર્યા છે.ED તરીકે પ્રમોટ થતાં પહેલાં રાજીવ રંજન નાણાકીય નીતિ વિભાગના પ્રભારી સલાહકાર અને નાણાકીય નીતિ સમિતિ (MPC) ના સચિવ પણ હતા. તેમની પાસે મોનિટરી પોલિસી, ફિક્સલ પોલિસી, રીયલ સેક્ટર, એક્સ્ટર્નલ સેક્ટર અને આંતરરાષ્ટ્રીય સંબં
rbiએ રાજીવ રંજન અને સીતીકાંતા પટનાયકની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી
ભારતની મધ્યસ્થ બેંકે 13 મેના રોજ જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રાજીવ રંજન અને સીતીકાંતા પટનાયકને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ (ED) તરીકે 1 મે, 2022થી નિયુક્ત કર્યા છે.
ED તરીકે પ્રમોટ થતાં પહેલાં રાજીવ રંજન નાણાકીય નીતિ વિભાગના પ્રભારી સલાહકાર અને નાણાકીય નીતિ સમિતિ (MPC) ના સચિવ પણ હતા. તેમની પાસે મોનિટરી પોલિસી, ફિક્સલ પોલિસી, રીયલ સેક્ટર, એક્સ્ટર્નલ સેક્ટર અને આંતરરાષ્ટ્રીય સંબંધો સહિત મેક્રો ઇકોનોમિક નીતિ અને સંશોધનનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે.
રાજીવ રંજને RBIના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. જેમાં નાણાકીય નીતિ વિભાગ, આર્થિક નીતિ અને સંશોધન વિભાગ, બાહ્ય રોકાણ અને સંચાલન વિભાગ તથા આંતરરાષ્ટ્રીય વિભાગનો સમાવેશ થાય છે. તેમણે સેન્ટ્રલ બેંક ઓફ ઓમાન સાથે ત્રણ વર્ષ સુધી આર્થિક નીતિ નિષ્ણાંત તરીકે પણ કામ કરી ચુક્યા છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તેઓ મોનેટરી પોલિસી ડિપાર્ટમેન્ટ (MPD) ની કામગીરીની દેખરેખ રાખશે. મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં Phd અને દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવનાર રંજન પણ MPCના હશે.
તેમના પ્રમોશન પહેલા પટનાયક ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ (DEPR)માં સલાહકાર હતા. તેમની પાસે ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે અને તેમણે આર્થિક સંશોધન અને નાણાકીય નીતિના ક્ષેત્રોમાં પણ કામ કર્યું છે.
પટનાયક RBI તરફથી પાંચ વર્ષના ડેપ્યુટેશન પર સેન્ટ્રલ બેંક ઓફ ઓમાન સાથે પણ કામ કરી રહ્યા હતા. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તેઓ DEPRની કામગીરીની દેખરેખ રાખશે.
સીતીકાંતા પટનાયકે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં Phd, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ ફિલ, એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું છે.
Advertisement
Tags :
Advertisement

.