Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘૂંટણમાં ઈજાના કારણે રવિન્દ્ર જાડેજા થયા બહાર!, જાણો, કોણ આવશે 'સર' જાડેજાના સ્થાને?

આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં (October-Navember) યોજાનારા ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022) માટે આ અઠવાડિયે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. તે પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે જ્યારે બીજી તરફ એક રાહતના સમાચાર એ પણ છે કે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે.મીડિયા રિપોર્ટ પà
ઘૂંટણમાં ઈજાના કારણે રવિન્દ્ર જાડેજા થયા બહાર   જાણો  કોણ આવશે  સર  જાડેજાના સ્થાને
આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં (October-Navember) યોજાનારા ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022) માટે આ અઠવાડિયે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. તે પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે જ્યારે બીજી તરફ એક રાહતના સમાચાર એ પણ છે કે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે જાડેજાને જમણાં ઘુંટણમાં ઈજા થઈ હતી જેનું સફળ ઓપરેશન થયું છે. આ સર્જરીના લીધે જાડેજાનું T20 વર્લ્ડ કપ સુધી ફીટ થવાની શક્યતા નથી. એવામાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. એશિયા કપ 2022 (Asia Cup 2022) બાદ ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાના પડકારનો સામનો કરવો પડશે.
રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2022માં 2 મેચ રમ્યા બાદ જ બહાર થયો હતો. રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) એશિયા કપમાં પાકિસ્તાન સામે 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ હોંગકોંગ સામે ખૂબ જ સારી બોલિંગ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 3.75 ઇકોનોમી પર માત્ર 15 રન આપ્યા અને 1 વિકેટ લીધી હતી.
કોણ લેશે 'સર' જાડેજાનું સ્થાન
જાડેજાના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) પહેલી પસંદ માનવામાં આવી રહી છે. તે સિવાય વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ઘણાં સમયથી બહાર છે તેને મોકો મળી શકે છે. શાહબાઝ અહમદને (Shahbaz Ahmed) પણ તક આપવામાં આવી શકે છે અને આ રેસમાં કૃણાલ પંડ્યાનું (Krunal Pandya) નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.