વાઘની નજીક જઇને ફોટોશૂટ કરવું રવીના ટંડનને ભારે પડ્યું, જાણો શું થયું
બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન વિવાદમાંવાઘની ખૂબ નજીક જઈને ફોટોગ્રાફ લેતા વિવાદસાતપુડા ટાઈગર રિઝર્વ દ્વારા તપાસના આદેશવીડિયો શૂટમાં નિયમોની અવગણનાનો આરોપરવીનાએ 25 નવેમ્બરે વીડિયો કર્યો હતો ટ્વીટબોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન દર વર્ષે એકલી અને તેના પરિવાર સાથે દેશના વિવિધ જંગલો અને અભ્યારણ્યોમાં જાય છે અને તસવીરો અને વીડિયો દ્વારા ચાહકોને તેની સુંદર ઝલક બતાવે છે.
- બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન વિવાદમાં
- વાઘની ખૂબ નજીક જઈને ફોટોગ્રાફ લેતા વિવાદ
- સાતપુડા ટાઈગર રિઝર્વ દ્વારા તપાસના આદેશ
- વીડિયો શૂટમાં નિયમોની અવગણનાનો આરોપ
- રવીનાએ 25 નવેમ્બરે વીડિયો કર્યો હતો ટ્વીટ
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન દર વર્ષે એકલી અને તેના પરિવાર સાથે દેશના વિવિધ જંગલો અને અભ્યારણ્યોમાં જાય છે અને તસવીરો અને વીડિયો દ્વારા ચાહકોને તેની સુંદર ઝલક બતાવે છે. તાજેતરમાં જ તે મધ્યપ્રદેશના નર્મદાપુરમના સાતપુરા ટાઈગર રિઝર્વમાં ગઈ હતી. રવિના ટંડન વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે.
Advertisement
Probe launched after Raveena Tandon's tiger video goes viral
Read @ANI Story | https://t.co/SXELTEEodB#RaveenaTandon #SatpuraTigerReserve #Tiger #Probe pic.twitter.com/1TFiqwGemI
— ANI Digital (@ani_digital) November 30, 2022
વિવાદમાં ફસાઈ રવીના ટંડન
મળી રહેલા સમાચાર મુજબ, એવું બન્યું કે તે થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના સતપુડા ટાઈગર રિઝર્વમાં ગઈ હતી. ત્યાં તેણે જંગલ સફારીની મજા માણી અને જંગલી પ્રાણીઓના ફોટા અને વીડિયો પણ બનાવ્યા. આ દરમિયાન તેણે ટાઈગરની તસવીરો પણ ક્લિક કરી અને વીડિયો પણ બનાવ્યો અને હવે આને લઈને વિવાદ ઊભો થયો છે. રિપોર્ટ્સનું માનીએ તો આ વિવાદ ટાઈગરની ખૂબ નજીક જઈને ફોટો પડાવવા અને વીડિયો બનાવવાનો છે. વાસ્તવમાં, નિયમો અનુસાર, વાઘથી પ્રવાસીઓનું અંતર 20 મીટરથી વધુ હોવું જોઈએ અને રવિનાની કાર વાઘની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર રવીના પર જ નહીં પરંતુ ડ્રાઈવર અને ગાઈડ પર પણ કાર્યવાહી થઈ શકે છે કારણ કે તેઓએ નિયમો જાણ્યા બાદ પણ નિયમો તોડ્યા હતા.
રવીનાએ ફોટા અને વીડિયો કર્યો શેર
જણાવી દઈએ કે, રવિના ટંડને ત્યાં જંગલ સફારીની મજા પણ માણી હતી. અભિનયની સાથે રવીના ટંડનને ફરવાનો પણ શોખ છે. તે ઘણીવાર તેના ફ્રી ટાઇમમાં તેના બાળકો સાથે ટૂર પર જાય છે. એટલું જ નહીં, તે પોતાની એડવેન્ચર ટ્રિપ્સના ફોટો અને વીડિયો પણ શેર કરતી રહે છે. તે હાલમાં જ સતપુરા ટાઈગર રિઝર્વ પહોંચી હતી અને તેણે જંગલ સફારી કરતી વખતે તેના ટ્વિટ પર એક વીડિયો શેર કર્યો હતો.
Advertisement
તપાસ આ મુદ્દાઓ પર કેન્દ્રિત
અભિનેત્રી રવીના અને તેના પરિવારના સભ્યોને લઈ જતી જીપ્સી કઈ હતી?
તે જીપ્સીમાં કયા વિભાગીય કર્મચારીઓ હતા?
જીપ્સી વાઘની આટલી નજીક કેવી રીતે આવી?
ગાઈડે નિયમોની અવગણના કેવી રીતે કરી?
જંગલ સફારીના શું છે નિયમો
જો સફારી દરમિયાન કોઈ ઘટના બને તો તેની જવાબદારી તે વ્યક્તિની હોય છે.
જીપ્સીમાંથી શરીરના કોઈ અંગને બહાર કાઢવામાં આવશે નહીં.
જીપ્સીમાંથી નીચે નહીં ઉતરી શકાય.
ગાઈડ અને ડ્રાઈવરની વાત માનવી પડશે.
વાઘ અને અન્ય પ્રાણીઓથી પ્રવાસીની જીપ્સી વચ્ચે લગભગ 20 મીટરનું અંતર હોવું જોઈએ.
ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે રવિના વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે તેની કાર ટાઈગરની ખૂબ નજીક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સફારી વાઘની નજીક છે. આમાં, કેમેરાના શટરનો અવાજ સંભળાય છે અને વાઘ તેમની સામે ગર્જના કરતો જોવા મળે છે. તે વાયરલ થતાની સાથે જ સતપુરા ટાઈગર રિઝર્વના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હવે ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે રવિના વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ વાઘની ખૂબ નજીક જાય છે, તો તેનું ધ્યાન ભટકાઈ જાય છે અને કોઈ પણ ઘટના બની શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.