Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ બસ ડેપો પર બોક્ષમાં બોંબ હોવાની દહેશતનો કોલ, આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું આવ્યું સામે

રાજકોટ પોલીસે યોજી મોકડ્રીલ પબ્લીક પ્લેસ પરથી બોંબ મળી આવે તેવા સંજોગોમાં શું કાર્યવાહી કરવાની થાય તેને લઇને રાજકોટ પોલીસ દ્વારા એક મોકડ્રીલ યોજાઇ ગઇ રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં રાજકોટ શહેર બસ પોર્ટ ના સુપરવાઈઝરનો કોલ આવ્યો હતો..કોલમાં કહેવામાં આવ્યું હતું કે  તેઓને બસ ડેપોમાં પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ બોક્ષ મળી આવ્યું છે. બોક્ષમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આà
10:04 AM Dec 09, 2022 IST | Vipul Pandya

રાજકોટ પોલીસે યોજી મોકડ્રીલ 
પબ્લીક પ્લેસ પરથી બોંબ મળી આવે તેવા સંજોગોમાં શું કાર્યવાહી કરવાની થાય તેને લઇને રાજકોટ પોલીસ દ્વારા એક મોકડ્રીલ યોજાઇ ગઇ 
રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં રાજકોટ શહેર બસ પોર્ટ ના સુપરવાઈઝરનો કોલ આવ્યો હતો..કોલમાં કહેવામાં આવ્યું હતું કે  તેઓને બસ ડેપોમાં પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ બોક્ષ મળી આવ્યું છે. બોક્ષમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસ કમિશનરને આ વાતની જાણ કરવામાં આવી હતી. અને પોલીસ કમિશનર તેમજ નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તરફથી તાત્કાલીક પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. 

બોંબ ડિસ્પોઝલ સ્કોવોડ પણ પહોંચી 
જે બાદ બોંબ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની તમામ ટીમ તાત્કાલીક રાજકોટ બસ ડેપો પર પહોંચી હતી..દરમ્યાન બોક્ષમાંથી બોંબ મળી આવ્યો હતો.. જેને  ડિસ્પોઝલ સ્કોવોડ દ્વારા બોંબ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. બાદમાં સમગ્ર ડેપોની તપાસ હાથ ધરાઇ હતી.અને આવો કોઇ બીજો બોંબ કે કોઇ વાંધાજનક વસ્તુ ક્યાંય નથીને તેની ખાતરી કરવામાં આવી હતી. જો કે બાદમાં આ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 
આ પણ વાંચો  -  રાજકોટ કોર્પોરેશનની ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને મળ્યો નેશનલ એવોર્ડ
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BombboxbusdepoGujaratFirstIncidentpoliceRAJKOTwasdeclaredasamockdrill
Next Article