રાજકોટ પતંગ મહોત્સવમાં વિદેશીઓએ માણી રાસ-ગરબાની મોજ, ભારતીય સંસ્કૃતિથી થયા પ્રભાવિત
રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પધારેલા વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસગરબાની મોજ માણી હતી. ઉદઘાટન પ્રસંગે સ્ટેજ પર સ્થાનિક કલાકારો વિવિધ લોક ગીતો પર રાસ લઈ રહ્યા હતાં ત્યારે વિવિધ દેશોમાંથી પધારેલા પતંગબાજો પણ તેમાં જોડાયા હતાં. તેમણે રજવાડી રંગીન છત્રી સાથે હુડો, હીંચ અને તાલી રાસની મજા માણી હતી. પોલેન્ડ થી પધારેલા યુલિયા તેમજ બાર્બરાએ ગુજરાતી ગરબાàª
રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પધારેલા વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસગરબાની મોજ માણી હતી. ઉદઘાટન પ્રસંગે સ્ટેજ પર સ્થાનિક કલાકારો વિવિધ લોક ગીતો પર રાસ લઈ રહ્યા હતાં ત્યારે વિવિધ દેશોમાંથી પધારેલા પતંગબાજો પણ તેમાં જોડાયા હતાં.
Advertisement
Advertisement
તેમણે રજવાડી રંગીન છત્રી સાથે હુડો, હીંચ અને તાલી રાસની મજા માણી હતી. પોલેન્ડ થી પધારેલા યુલિયા તેમજ બાર્બરાએ ગુજરાતી ગરબાના તાલે ઝુમતા જણાવ્યું હતું કે , તેઓ પ્રથમવાર જ ભારત આવ્યા છે. અહીંની સંસ્કૃતિથી તેઓ ખાસ્સા પ્રભાવિત થયા છે.
ખાસ કરીને અહીંની ખાણીપીણી, લોકોનો પ્રેમાળ અને લાગણીપૂર્વકનો સ્વભાવ તેઓને ગમ્યો છે . યુલિયા કે જેઓ મ્યુઝિક બેન્ડ સાથે સંકળાયેલા છે. તેમને પશ્ચિમી નૃત્ય પસંદ છે પરંતુ આજે ગરબાની પણ તેઓએ મજા લીધી હતી. પતંગ મહોત્સવ વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું કામ કરે છે તેમ પોલેન્ડની હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલી બાર્બરાએ જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.