Rajkot । મેકડોનાલ્ડ્સનો બર્ગર પહેલા ચેક કરી લેજો
- રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી
- ગ્રાહકને વેજ બર્ગરને બદલે ચિકનવાળું નોનવેજ બર્ગર આપી દેવાયું
- મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસરે ગ્રાહકની સાથે લોકોની પણ માફી માગી
Rajkot : રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે ચિકનવાળું નોનવેજ બર્ગર આપી દેવાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં વૈષ્ણવ ગ્રાહકના પરિવારના એક વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી, જેને પગલે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે. જોકે, બીજીતરફ આ અંગે મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસરે ગ્રાહકની સાથે લોકોની પણ માફી માગી છે.