Rajkot Crime News: ઝઘડો બન્યો જીવલેણ, મિત્રતાએ તોડ્યો દમ
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂરને ગાળો બોલતો હતો. જેમાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા મારી યુવકની ઘાતકી હત્યા કરી છે. આ હત્યાની ઘટનામાં પોલીસે હત્યાને અંજામ આપનાર શખ્સને તાત્કાલિક ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.