Rajkot : 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા
ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર શહેરના ભવાનીનગર વિસ્તારમાં બની ઘટના રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. જેમાં શહેરના ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની છે. છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે...
09:43 AM Apr 18, 2025 IST
|
SANJAY
- ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની
- રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર
- શહેરના ભવાનીનગર વિસ્તારમાં બની ઘટના
રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. જેમાં શહેરના ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની છે. છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું. તેમાં છાશ વિતરણ બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાનીનગરમાં છાશ વિતરણ કરાયું હતું. તેમાં 10 જેટલા બાળકો ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. તથા 15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઇ છે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે.