રાજભારતી બાપુને હની ટ્રેપમાં ફસાવાયા હતા, તેમના ગુરુ અખંડાનંદના આક્ષેપથી મચ્યો ખળભળાટ
જૂનાગઢના ખેતલીયા આશ્રમના મહંત રાજભારતી બાપુની આત્મહત્યાના મામલામાં રાજભારતીના ગુરુજી અખંડાનંદ ભારતીએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ગુરુ અખંડાનંદ ભારતીએ આક્ષેપ કર્યો છે કે રાજભારતી સાથે હનીટ્રેપ થઇ હતી ,જેને કારણે તેમને આત્મહત્યા કરવી પડી. મહત્વપૂર્ણ છે કે મહંત રાજભારતીએ અખંડાનંદ પાસેથી દીક્ષા લીધી હતી, અખંડાનંદ જૂના અખાડાના સાધુ છે , પરંતુ ઘણા સમયથી તેઓ મુક્તાનંદ બાપુની નિશ
જૂનાગઢના ખેતલીયા આશ્રમના મહંત રાજભારતી બાપુની આત્મહત્યાના મામલામાં રાજભારતીના ગુરુજી અખંડાનંદ ભારતીએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ગુરુ અખંડાનંદ ભારતીએ આક્ષેપ કર્યો છે કે રાજભારતી સાથે હનીટ્રેપ થઇ હતી ,જેને કારણે તેમને આત્મહત્યા કરવી પડી. મહત્વપૂર્ણ છે કે મહંત રાજભારતીએ અખંડાનંદ પાસેથી દીક્ષા લીધી હતી, અખંડાનંદ જૂના અખાડાના સાધુ છે , પરંતુ ઘણા સમયથી તેઓ મુક્તાનંદ બાપુની નિશ્રામાં રહેતા હતા,જે અગ્નિ અખાડાના અધ્યક્ષ છે.
વિટંબણાનો અંત આવ્યા બાદ અપાઇ સમાધિ
રાજભારતીના સરકારી ડોક્યુમેન્ટમાં તેમના ગુરૂ તરીકે મુક્તાનંદ બાપુનું નામ હતું જેથી અખાડાની પરંપરા મુજબ અંતિમવિધિ માટે વિટંબણા હતી પરંતુ સાધુ સંતોની બેઠકમાં આ વિટંબણાનો અંત આવ્યો હતો અને રાજભારતીને સમાધિ આપવામાં આવી હતી. ગિરનાર મંડળના સાધુ સંતો, પદાધિકારીઓ અને સેવકગણોની ઉપસ્થિતિમાં મહંત રાજભારતીને સમાધિ આપવામાં આવી.
પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ નજીકના ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલીયા આશ્રમ સાથે જૂનાગઢ નજીકના જ ખડીયા ગામે પણ રાજભારતીનો આશ્રમ આવેલો છે અને ખડીયા ખાતે રાજભારતીએ પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી, રાજભારતીના જે વીડિયો વાઈરલ થયા તેના આઘાતમાં જ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
રાજભારતી બાપુના વીડિયો, ઓડિયો અને ફોટા વાયરલ થયા હતા
જૂનાગઢ નજીકના ઝાંઝરડા પાસે આવેલા ખેતલીયા આશ્રમના મહંત રાજભારતી બાપુના વિડિયો, ઓડિયો અને ફોટા સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વાત હજુ વેગવંતી બની હતી તેવામાં રાજભારતીએ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો, ઓડિયો ક્લીપ ફરતી થયા બાદ મહંત રાજ ભારતી બાપુ વિરુદ્ધ ભક્તોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમના વીડિયો-ઓડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. મહિલા સાથેની વાતચીતનો ઓડિયો ખૂબ વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ ખેતલિયા દાદા મંદિરના મહંતના આપઘાત બાદ વાયરલ થયેલા પત્રમાં ચોંકાવનારા આક્ષેપો, આખરે શું છે ઘુટાતું રહસ્ય?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement