Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન છાપરી પોલીસે વિદેશી દારૂ પકડ્યો, 2 આરોપી ધરપકડ કરી

અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ શકિતપીઠ છે. અંબાજી શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. લોકો ગુજરાતથી રાજસ્થાન તરફ અવારનવાર આવતાં જતા હોય છે ત્યારે ગુજરાત ચોકી પર ગુજરાત પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે તો બીજી તરફ રાજસ્થાન ચોકી પર રાજ્સ્થાન પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે. રાજસ્થાન પોલીસે આજે 30 જાન્યુઆરી ના રોજ જીલ્લા પોલીસ વડાએ આપેલા આદેશનું પાલન કરવા માટ
રાજસ્થાન છાપરી પોલીસે વિદેશી દારૂ પકડ્યો  2 આરોપી ધરપકડ કરી
અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ શકિતપીઠ છે. અંબાજી શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. લોકો ગુજરાતથી રાજસ્થાન તરફ અવારનવાર આવતાં જતા હોય છે ત્યારે ગુજરાત ચોકી પર ગુજરાત પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે તો બીજી તરફ રાજસ્થાન ચોકી પર રાજ્સ્થાન પોલીસના જવાનો ફરજ બજાવતા હોય છે. રાજસ્થાન પોલીસે આજે 30 જાન્યુઆરી ના રોજ જીલ્લા પોલીસ વડાએ આપેલા આદેશનું પાલન કરવા માટે રાજ્સ્થાન પોલીસના જવાનો ચેકીંગ દરમિયાન તેમને બગાસાં ખાતા પતાસું મળી ગયું હતું. રાજ્સ્થાન પોલીસ સિરોહી જિલ્લાના આબુરોડ ખાતે રિકો પોલીસ સ્ટેશનના તાબા હેઠળના છાપરી પોલીસ ચોકી પર આજે પોલીસે ચેકીંગ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને 2 લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ પકડાયો 
રાજસ્થાન છાપરી પોલીસ ચોકી પર આજે કૈલાશચંદ્ર હેડ કોન્સ્ટેબલ જયારે પોતાના જવાનો સાથે ચેકીંગમા હતા ત્યારે તેમને આબુરોડ થી અંબાજી તરફ જઈ રહેલી એક swift કાર શંકાસ્પદ લાગતા તેમને ગાડી સાઈડમાં કરી અને ચેકિંગ હાથ ધર્યું હતું. ગાડી નંબર GJ3 FD 6885 અંદર તપાસ કરતા કારની અંદર અલગ અલગ જગ્યા પર વિશેષ પાર્ટેશન બનાવીને ગાડીની નીચે અલગ અલગ કિંમતી દારૂની 72 બોટલો છુપાવેલી હતી આ કારમાંથી 2 લોકો સવાર હતા. વિદેશી દારૂની વાત કરવામાં આવે તો આ ગાડીમાંથી 1 લાખ 42 હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો સાથે શિફ્ટ ગાડી સહિત 2 લોકો સામે રાજસ્થાન પોલીસ એક કાર્યવાહી કરી છે અને ઘરપકડ કરી છે. કારનો ચાલક ધનસિંહ ગણપતસિંહ રાજપુત રાજસ્થાનના સાંડેરા પોલીસ સ્ટેશનમાંશીટર તરીકે ઓળખ ધરાવે છે. આ કારમાં ધનસિંહ ગણપતસિંહ રાજપુત જે ગાડી ચલાવતા હતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના છે અને હાલમાં સુરતના લિંબાયત ખાતે રહે છે જ્યારે બીજા આરોપી બાબુલાલ છોગારામ પ્રજાપતિ જે રાજસ્થાનના સાંડેરાવ વિસ્તારના છે અને હાલમાં તેઓ મહારાષ્ટ્રના મલાડ ખાતે રહે છે.રાજસ્થાન છાપરીના કૈલાશચંદ્ર.હેડ કોન્સ્ટેબલ, ઉમેશ સિંહ કોન્સ્ટેબલ અને બદ્રીનાથ કોન્સ્ટેબલ દ્વારા આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસ અવારનવાર ગુજરાત તરફ જતા વાહનો માં ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ પકડવાની ઘટનાઓ અગાઉ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે આજે રાજસ્થાન છાપરી પોલીસે ગુજરાતની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો છુપાવેલી પકડી સુંદર કામગીરી હાથ ધરી હતી.
રાજસ્થાન પોલીસ વધુ  તપાસ  હાથ  ધરી 
રાજસ્થાન પોલીસે ગુજરાતની ગાડીઓ જે શંકાસ્પદ હોય છે તેનું કડકાઇથી ચેકિંગ કરતી હોય છે. અગાઉ પણ રાજસ્થાન પોલીસે છાપરી પોલીસ ચોકી પર વિદેશી દારૂ, અફીણ ગાંજા સહિતની વસ્તુઓ પકડેલ છે ત્યારે આજે પણ રાજસ્થાન પોલીસે ગુજરાતની ગાડીમાંથી વિદેશી મોઘી કિંમત અને દારૂ ઝડપીને પોતાની સુંદર કામગીરીનો પરચો આપ્યો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.