Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ ઠાકરેને મળી જાનથી મારી નાખવાની ધમકી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કહ્યું – આખું મહારાષ્ટ્ર ભડકે બળશે

મહારાષ્ટ્રમા લાઉડસ્પીકર, હનુમાન ચાલીસા અને હિંદુત્વને લઈને ઘમાસાન મચ્યું છે. એકબાજુ રાજ ઠાકરે લાઉડસ્પીકરને લઈને મેદાનમાં ઉતરી ગયા છે. તો બીજી તરફ શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર રાજ ઠાકરેને હિંદુત્વને લઈને ઢોંગ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ વચ્ચે હાલમાં જ રાજ ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને ધમકીભર્ય
રાજ ઠાકરેને મળી જાનથી મારી નાખવાની ધમકી  મહારાષ્ટ્ર નવનિર્માણ
સેનાએ કહ્યું  ndash  આખું મહારાષ્ટ્ર ભડકે બળશે

મહારાષ્ટ્રમા લાઉડસ્પીકર, હનુમાન ચાલીસા
અને હિંદુત્વને લઈને ઘમાસાન મચ્યું છે. એકબાજુ રાજ ઠાકરે લાઉડસ્પીકરને લઈને
મેદાનમાં ઉતરી ગયા છે. તો બીજી તરફ શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર રાજ ઠાકરેને
હિંદુત્વને લઈને ઢોંગ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ વચ્ચે હાલમાં જ રાજ ઠાકરેને
જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને ધમકીભર્યો પત્ર
મળ્યો છે.
MNS
નેતા બાલા નંદગાંવકરે બુધવારે કહ્યું
કે રાજ ઠાકરેને એક પત્ર મળ્યો છે જેમાં તેમના જીવને ખતરો છે. પત્ર ઉર્દૂમાં
લખાયેલો છે.
MNS
નેતાએ ચેતવણી આપી છે કે જો ઠાકરેને
કંઈ થશે તો તેઓ મહારાષ્ટ્રને સળગાવી દેશે.

Advertisement


મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાલા નંદગાંવકરે દાવો કર્યો છે
કે પાર્ટીના વડા રાજ ઠાકરેને ધમકીભર્યો પત્ર મળ્યો છે. તેમણે કહ્યું કે પત્રની
ભાષા ઉર્દૂમાં છે. બાલાએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે
પાટીલને મળ્યા અને તેમને ધમકીભર્યા પત્રની જાણ કરી. બાલાએ ચેતવણી આપી છે કે જો
MNS ચીફને કંઈ થશે તો અમે મહારાષ્ટ્રને
સળગાવી દઈશું. 
એકબાજુ શિવસેના અને મનસે આમને સામને છે. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે
અને રાજ ઠાકરે. આ મામલામાં હવે રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને ખુલ્લી ચેતવણી આપી
દીધી છે અને કહ્યું છે કે અમારી ધીરજની પરીક્ષા ન કરો. અમારી માગ પૂર્ણ કરો નહીંતર
પછી અમને હવે અમારી રીતે કાર્યવાહી કરતા આવડે છે. અમે મહારાષ્ટ્રમાં હિંસા નથી
ઈચ્છતા પરંતુ જો અમારી વાત માનવામાં નહીં આવે તો પછી જે કંઈ પણ થશે તેના માટે અમે
જવાબદાર રહીશું નહીં.

Advertisement

Tags :
Advertisement

.