Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

અસહ્ય બફારા વચ્ચે રાજ્યમાં અનેક વિસ્તારોમાં શનિવારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ, અમરેલી , વલસાડ અને નવસારી જીલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતાં ગરમીમાં ઘટાડો થયો છે પણ તેના કારણે અસહ્ય બફારો અનુંભવાયો છે. બીજી તરફ રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ
રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ  વાતાવરણમાં પ્રસરી ઠંડક
અસહ્ય બફારા વચ્ચે રાજ્યમાં અનેક વિસ્તારોમાં શનિવારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ, અમરેલી , વલસાડ અને નવસારી જીલ્લામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. 
ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતાં ગરમીમાં ઘટાડો થયો છે પણ તેના કારણે અસહ્ય બફારો અનુંભવાયો છે. બીજી તરફ રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
અમરેલી જીલ્લામાં ઠેર ઠેર વરસાદ પડયો હતો. સાવરકુંડલામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે અને શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નેસડી ગામ, ધારી તાલુકાના ડીગાસણ, દલખાણીયા, માલસીકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો. 
રાજ્યમાં હવે ચોમાસું નજીક છે. શનિવારે ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો તો દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. શનિવારે બપોર બાદ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  બપોર બાદ ધરમપુર અને આસપાસના વિસ્તારમાં  મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયું હતું, જો કે  વરસાદી વાતાવરણ થી કેરીના પાકને નુકશાનની ભીતિ ખેડૂતોમાં જોવા મળી હતી. 
Advertisement
Tags :
Advertisement

.