ગુજરાતમાં વધુ એક આફતના એંધાણ, હવામાન ખાતાએ કરી આ આગાહી
વાતાવરણમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે . 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડ
07:38 AM Mar 04, 2022 IST
|
Vipul Pandya
વાતાવરણમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે . 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં વ્યાપકપણે નુકસાન વેઠવું પડે છે ત્યારે ફરી વરસાદની આગાહી થતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. જેમાં નર્મદા, ડાંગ, તાપીમાં માવઠાની આગાહીની શક્યતા છે. તો સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે જયારે અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.
રોગચાળો વકરશે
કોરોનાની ત્રીજી લહેર હજુ ધીરી પડી જ છે ત્યારે કમોસમી વરસાદના કારણે રોગચાળો પણ વકરશે અને લોકોને હજુ કોરોનથી સામાન્ય રાહત માળીઓ છે ત્યારે ફરી માંદગી વધશે અને દવાખાનામાં ફરી લોકોની ભીડ જોવા મલે તો કોઈ નવાઈ નહિ.
છેલ્લા 2 વર્ષથી ઋતુચક્ર વિખેરાયુ
એક તરફ આખુ વિશ્વ કોરોનાની ચપેટમાં છે ત્યારે બીજી તરફ છેલ્લા 2 વર્ષથી ગુજરાત કમોસમી વરસાદ, વાવાઝોડું સહિત કુદરતી અફાતનો સામનો કરી રહ્યું છે. જગતાતને પણ વ્યાપક પણે પાકમાં નુકશાન થયું છે.
Next Article